For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પટેલ કોલોનીમાં કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ

12:19 PM Nov 22, 2024 IST | Bhumika
પટેલ કોલોનીમાં કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ
Advertisement

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલી એક પ્રોવિઝન સ્ટોર માં ગઈકાલે મળી રાત્રે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને અનાજ- કરિયાણું- ફર્નિચર વગેરે બળીને ખાત થયા હતા. આ ઉપરાંત જામનગર શહેર માં ગઈકાલે આગના ત્રણ બનાવો બનતાં ફાયરના જવાનોને દોડધામ રહી હતી.

જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 9 ના છેડે જય જલારામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં ગઈકાલે રાત્રે બે વાગ્યા ના અરસામાં અકસ્માતે ઇલેક્ટ્રીક વાયરીંગમાં સોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જે આગના લબકારા જોઈને આસપાસના રહેવાસીઓ ઉઠી ગયા હતા, અને દુકાનના માલિક મણીલાલ મુરતિયા ને જાણ કરાઈ હતી.ત્યાર બાદ ફાયર બ્રિગેડને પણ જાણ કરાઈ હતી, જેથી ફાયર ના જવાનો બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. તે પહેલા દુકાનમાં રહેલું અનાજ કરિયાણું, પ્રોવિઝનની ચીજ વસ્તુઓ, તથા લાકડાનું ફર્નિચર વગેરે બળીને ખાખ થયા હતા.

Advertisement

જામનગર શહેરના ગાંધીનગરમાં એરફોર્સની જગ્યામાં તેમજ બેડેશ્વર અને બેડી બંદર રોડ ઉપર ત્રણ સ્થળોએ કચરા અને ઘાસચારામાં લાગેલી આગથી ફાયર બ્રિગેડના જવાનોમાં દોડધામ મચી ગઈ હતી અને 3 ગાડી પાણીનું ફાયરીંગ કરીને આગ બુઝાવી હતી. જોકે અન્ય કોઈ જાનહાની થવા પામી ન હતી.શહેરના ગાંધીનગરમાં આવેલ એરફોર્સની જગ્યામાં કચરામાં આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતાં અને આગ વધુ પ્રસરે તે પહેલા જ આગ બુઝાવી હતી. આ ઉપરાંત બેડેશ્વરમાં સંજય ઓઈલમીલ પાસે ખુલ્લા કચરામાં આગ લાગતા ફાયરના જવાનોએ એક ગાડી પાણીનું ફાયરીંગ કરીને આગને બુઝાવી હતી. આ ઉપરાંત શહેરના એરફોર્સ રોડ, બેડી બંદર રોડ મહાકાળી સર્કલની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ઘાસચારામાં આગ લાગતા ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement