For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હોંગકોંગ-દુબઈની જેમ અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ, કાલથી પ્રારંભ

12:52 PM Oct 11, 2024 IST | admin
હોંગકોંગ દુબઈની જેમ અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ  કાલથી પ્રારંભ

ઉત્તરાયણ સુધી 95 દિવસ ઉત્સવ ચાલશે, 60 ટકા સુધી ડિસ્કાઉન્ટની વણજાર, લકી ડ્રોમાં ઈનામોનો વરસાદ થશે: સિટીબસમાં ફ્રી મુસાફરી મળશે

Advertisement

દુબઈ, હોંગકોંગ, સિંગાપોર જેવા દેશોમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે 12 ઓક્ટોબર (દશેરા)થી 14 જાન્યુઆરી (ઉત્તરાયણ) સુધી શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. આ 95 દિવસનો શોપિંગ ફેસ્ટિવલ સિંધુભવન રોડ, સીજી રોડ, કાંકરિયા- મણિનગર રોડ અને નિકોલ મોડલ સ્ટ્રીટ એમ કુલ ચાર મુખ્ય જગ્યા સહિત 14 સ્થળ પર થશે. 10 ઓક્ટોબર સુધીમાં આ શોપિંગ ફેસ્ટિવલમાં હોટલ, રેસ્ટોરન્ટ, મોટી બ્રાન્ડેડ દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ, નાના દુકાનદારો પણ જોડાશે. આ ફેસ્ટિવલમાં જોડાવા માટે વેપારીઓ અને ગ્રાહકોએ રજિસ્ટ્રેશન કરવાનું છે. આ ફેસ્ટિવલમાં જતા ગ્રાહકોને બસની સુવિધા ફ્રીમાં મળશે.

જ્વેલર્સો પણ આ ફેસ્ટિવલમાં જોડાશે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2024માં 10 ઓક્ટોબર સુધીમાં 1000થી વધારે વેપારીઓએ જોડાવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંપર્ક કર્યો છે. જાણીતી બ્રાન્ડોમાં રિલાયન્સ રિટેઇલ, સંકલ્પ રેસ્ટોરાં, ઈંઝઈ નર્મદા, ક્રાઉન પ્લાઝા, ઝોમેટો, બુક માય શો વગેરે બ્રાન્ડેડ કંપનીઓ અને રિટેલર્સ શોપિંગ ફેસ્ટિવલમાં જોડાશે. તેઓ દ્વારા ગ્રાહકોને 10 ટકાથી લઈને 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સીજી રોડ, શિવરંજની અને માણેકચોકના જ્વેલર્સો પણ આ ફેસ્ટિવલમાં જોડાશે.

Advertisement

શોપિંગ ફેસ્ટિવલનો 12 ઓક્ટોબરથી પ્રારંભ થશે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2024-25નો પ્રારંભ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તારીખ 12 ઓક્ટોબરના રોજ સિંધુભવન રોડ પર ઓક્સિજન પાર્ક ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાવવામાં આવશે. 12 અને 13 ઓકટોબર 2024ના રોજ સિંધુ ભવન ખાતે સાંજે 6થી 9 દરમિયાન 50થી 60 મિનિટ માટે રંગારંગ કાર્યક્રમો, લાઇટિંગ, સજાવટથી કરવામાં આવશે. શોપિંગ ફેસ્ટિવલ 2024નું સ્લોગન સોમથીંગ ફોર એવરીથીંગ રાખવામાં આવ્યું છે.

લકી ડ્રોમાં ભાગ લેનારાને આકર્ષક ઈનામ લાઇટ ટનલ, સેલ્ફી પોઇન્ટ્સ અને થીમ આધારિત લાઇટ ડેકોરેશન જેવાં વિશેષ સ્થાપનો પ્રદર્શિત કરવામાં આવશે. મ્યુઝિક ફેસ્ટિવલ, ફ્લી માર્કેટ્સ, સ્ટેન્ડ-અપ કોમેડી શો, શેરી-આધારિત સંગીત અને સાંસ્કૃતિક પ્રદર્શન, ફેશન શો, મેજિક શો, કવિતા વાંચન અને ગુજરાતી ફિલ્મોના સ્ક્રીનિંગ સહિતની આકર્ષક પ્રવૃત્તિઓનું અહીં આયોજન કરાશે. વધુમાં, બોટ રેસિંગ, બોક્સિંગ, મેરેથોન, સાઇક્લિંગ, હેપ્પી સ્ટ્રીટ ઈવેન્ટ્સ, રોબો ફાઈટ, ડ્રોન શો અને ફાયર શો જેવી રમતગમતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. લકી ડ્રોમાં ભાગ લઈને આકર્ષક ઈનામો જીતવાની તક સાથે કૂપનનો લાભ લઈ શકે છે.

શોપિંગ ફેસ્ટિવલના બ્રાન્ડિંગ માટે એલઈડી સ્ક્રીન, હોર્ડિંગ્સ, ગેન્ટ્રી, રસ્તાઓની સપાટીને એએસએફ લોગો સાથે ચિત્રો દોરીને, વોલ પેઇન્ટિંગ, મોટાં બેનરો, લાઇટ ઇન્સ્ટોલેશન, શોપિંગ બેગ અને મર્કન્ડાઇઝ વગેરેનો ઉપયોગ કરવામાં આવશે.ગ્રાહકોને એએમટીએસમાં મફત મુસાફરી મળશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધુભવન રોડ, સીજી રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ અને કાકરિયા મણિનગર રોડ પર યોજવામાં આવેલા શોપિંગ ફેસ્ટિવલમાં જે નાગરિકોને શોપિંગ કરવા માટે જવું હોય તો અખઝજ બસમાં મફત મુસાફરી માટેનો પણ નિર્ણય લીધો છે.

જે નાગરિકો શોપિંગ ફેસ્ટિવલની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવશે તેને એક ક્યુઆર કોડ આપવામાં આવશે. આ કોડ બસમાં સ્કેન કરતાંની સાથે જ તેમને જે નક્કી કરેલા સ્થળ પર શોપિંગ માટે જવું હોય ત્યાં ચછ કોડ બતાવતાંની સાથે જ તેમને મફતમાં મુસાફરી કરવા મળશે, જેથી ચાર નક્કી કરેલાં સ્થળો પર શોપિંગ માટે જનારા લોકોને એએમટીએસ બસમાં મફત જઈ શકશે.

મુખ્ય શોપિંગ સ્થળો
સિંધુ ભવન રોડ
સી. જી. રોડ
મણિનગર-કાંકરિયા રામબાગ રોડ
નિકોલ-મોડર્ન સ્ટ્રીટ અને નરોડા વિસ્તાર

કયાં કયાં મોલ જોડાશે
થલતેજ પેલેડિયમ મોલ
ઇસ્કોન મોલ
વસ્ત્રાપુર આલ્ફા વન મોલ
નિકોલ પેવેલિયન મોલ

નાગરિકો અને પર્યટક-પ્રવાસીઓ માટે દિલજિત દોસાંઝની કોન્સર્ટ યોજાશે
મોટું ડિસ્કાઉન્ટ: મોલ્સ અને દુકાનો દ્વારા 15થી 35 ટકાની વચ્ચે (લક્ઝરી બ્રાન્ડ્સ, કપડાં, ઝવેરી, ઇલેક્ટ્રોનિક્સ અને શેરી દુકાનો)

અમદાવાદ ઉજવણી: નવરાત્રિ-ગરબા, દિવાળી લાઇટ સેલિબ્રેશન, ફ્લાવર શો, કાંકરિયા કાર્નિવાલ, કાઇટ ફેસ્ટિવલ


ઇવેન્ટ અને મ્યુઝિક કોન્સર્ટ: ડ્રોન શો, લાઇટ એન્ડ લેસર શો, દિલજિત દોસાંઝ કોન્સર્ટ (સહયોગમાં)
ફૂડ ફેસ્ટિવલ: અમદાવાદ સ્ટ્રીટ ફૂડ, રિવરફ્રન્ટ ફૂડ ફેસ્ટિવલ.

કસ્ટમાઇઝ્ડ આઇટરનરી અને ટૂર: હેરિટેજ લિંક્ડ શોપિંગ, રુચિ આધારિત આઇટરનરી - શોપિંગ, ફૂડ, ફોટોગ્રાફી, આર્કિટેક્ચર.

ગેમ્સ અને મનોરંજન: હેપ્પી સ્ટ્રીટ, સ્પોર્ટ્સ, બોટ રેસ, ગેમ, સ્ટ્રીટ આધારિત પ્રદર્શન.

Advertisement
Tags :
Advertisement
Advertisement