ગુજરાતી રોમેન્ટિક ડ્રામા, વાંકી ચૂકી લવ સ્ટોરીનું શૂટિંગ શરૂ
નીતિશાલી પ્રોડક્શન્સ અને ધ્વનિ ગૌતમ ફિલ્મ્સ સાથે મળીને પોતાની આગામી ફિચર ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરીના શૂટની શરૂૂઆત માટે મૂહુર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ ફિલ્મની અધિકારિક જાહેરાત અને શૂટ શરૂૂ કરવામાં આવ્યું.
નિતીન ભાનુશાલીના પ્રોડક્શનમાં અને ધ્વનિ ગૌતમના દિગ્દર્શનમાં બનતી ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરીમાં ભાવિન ભાનુશાલી, પૂજા જોશી, પરીક્ષિત તમાલિયા, મિલોની ઝોન્સા, ધર્મેશ વ્યાસ, હેમાંગ દવે સહિત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અન્ય કલાકારો સાથે આ ફિલ્મનું શૂટ શરૂૂ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં ઈમોશન, રોમેન્સ, કનેક્ટ થઈ શકાય તેવી ક્ષણોની સાથે મોડર્ન રિલેશનશિપ અને ગુજરાતી સંસ્કૃતિના ફ્લેવર અહીં જોવા માણવા મળશે આ ફિલ્મના શૂટની શરૂૂઆત ભુજમાં કરવામાં આવી છે. ફિલ્મનું પરિપ્રેક્ષ્ય જીવંત અને લોકો સાથે કનેક્ટ કરી શકાય એવું બતાવવા માટે ફિલ્મનું શૂટિંગ સેટ બનાવીને નહીં પણ ગુજરાતની જૂદી જૂદી લોકેશન પર આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે.
નોંધનીય છે કે ભાવિન ભાનુશાલી અને પૂજા જોશીએ આ પહેલા પણ સાથે ફિલ્મમાં કામ કર્યું છે. છેલ્લે બન્ને જલસો ફિલ્મમાં સાથે જોવા મળ્યાં હતાં. હવે તેમની બન્નેની આ ફિલ્મનું શૂટ શરૂૂ કરી દેવામાં આવ્યું છે.