ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શેત્રુંજી ડેમ 8મી વખત ઓવરફલો, 59 દરવાજા બે ફૂટ ખોલાયા

05:45 PM Oct 27, 2025 IST | admin
Advertisement

ડેમમાં 15340 ક્યુસેકની આવક ચાલુ

Advertisement

ભાવનગર જિલ્લાની જીવાદોરી શેત્રુંજી ડેમના 59 દરવાજા બે ફૂટ ખોલાયા ભાવનગર જિલ્લામાં આવેલો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચોમાસા સીઝન બાદ 8મી વખત ઓવરફ્લો થયો છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વરસાદી આગાહીના પગલે ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવક વધતા સૌપ્રથમ વહેલી સવારે 4.30 કલાકે ડેમનું લેવલ જાળવવા 59 દરવાજામાંથી 20 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતાં. ત્યારબાદ પાણીની આવક સતત વધતા સવારે 9 ક્લાકે ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેમાં ઉપરવાસમાંથી સતત ધસમસતી પાણીની આવક રહેતા બપોરના 12 કલાકે શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ શેત્રુંજી ડેમમાં 15340 ક્યુસેક ની આવક સામે 15340 ક્યુસેકની જાવક થઈ રહી છે.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newsShetrunji Dam overflows
Advertisement
Next Article
Advertisement