શેઠવડાળા ગામે સ્વયંભૂ સજ્જડ બંધ, તમામ વેપાર ધંધા બંધ રહ્યા
તાલુકા પંચાયત પ્રમુખના પરિવાર પર જીવલેણ હુમલાના બનાવના ઘેરા પ્રત્યાઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં રહેતા જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન અતુલભાઇ રાઠોડ અને તેમના પરિવારજનો પર બે દિવસ પહેલાં હીચકારો હુમલો કરાયો હતો, જે હુમલા ના બનાવના શેઠવડાળા ગામમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને આજે શુક્રવારે શેઠ વડાળા ગામ સ્વયંભૂ બંધ રહ્યું હતું.
3500 ની વસ્તી ધરાવતા શેઠવડાળા ગામમાં નાના-મોટા 200થી વધુ દુકાનો સહિતના વેપાર ધંધા આવેલા છે, તે તમામ ધંધા આજે રહ્યા હતા, ઉપરાંત ગામ લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો.તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન રાઠોડ અને તેમના પરિવાર પર હુમલો કરનાર આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે, અને તેઓ સામે એસ્ટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ નો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે, તે મુજબ ધરપકડ કરી અદાલત સમક્ષ રજૂ કરાય તેવી માંગણી સાથે સમગ્ર ગ્રામજનો દ્વારા શનિવારે સવારે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવાશે.