ગરબી-ગરબાઓમાં પહોંચી SHE ટીમ અને 181ની ટીમે મહિલા જાગૃતિના કાર્યક્રમો યોજ્યા
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તે માટે શહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં એક શી ટીમ કાર્યરત છે. આ ટીમ દ્વારા મહિલાઓ, સિનિયર સીટીઝન અને બાળકો પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કરે અને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક શી ટીમ તેમની મદદ કરી તેમની મુશ્કેલીઓનું નિવારણ લાવે તે કાર્ય કરે છે.હાલ નવલા નોરતાનો રંગારંગ પ્રારંભ થઈ ચુક્યો છે.ત્યારે શહેરના વિવિધ પોલીસ મથકની શી ટીમ કાર્યરત થઈ ચુકી છે.
ત્યારે મદદનીશ પોલીસ કમિશનર મહિલા સેલ આર.એસ.બારીઆ ના માર્ગદર્શન હેઠળ મહીલા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એચ.ભાટી ની સૂચનાથી મહિલા પોસ્ટે.ના શી ટીમ ઇન્ચાર્જ કોકિલાબેન સોલંકી, સહ કર્મચારી પ્રિયંકાદેવી ડોડીયા,કુંજબેન ચાવડા તેમજ 181 કાઉન્સિલર કાજલબેન પરમાર,માધવીબેન સરવૈયા,કૃપાલીબેન ત્રિવેદી અને પ્રીતિબેન પટેલ દ્વારા જૈનમ દાંડીયારાસ માં મહિલા અને દીકરીઓ નો અવરનેસ પ્રોગ્રામ આપેલ શી ટીમ તેમજ 112 નંબર સાયબર ક્રાઇમ 1930 નંબર મહિલા પોલીસ સ્ટેશન વગેરે માહિતી આપવામાં આવી હતી અને અવાવરું જગ્યા પર એકલા જવું નહિ અજાણી વ્યક્તિનો વિશ્વાસ કરવો નહીં તરમજ જરૂૂર જણાય તો 112 નંબરનો સંપર્ક કરી શી ટીમ ની મદદ લેવા જણાવ્યું હતું.
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. એચ.ભાટીની સૂચનાથી મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમ તેમજ 181 ટીમ દ્વારા ચાલુ વરસાદમાં કુવાડવા ગામ જય શ્રી ભવાની ગરબીમાં પહોંચી નાનીમોટી બાળાઓ ને શી ટીમ,જન રક્ષક 112 અને મહિલા હેલ્પલાઇન 181 વિશે જાણકારી આપેલ હતી.