શૌર્યનું સિંદૂર લોકમેળામાં 50 લાખથી વધુનો નફો, ન્યુ રેસકોર્સમાં નવું ગ્રાઉન્ડ તૈયાર કરાશે
રાજકોટ: જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાયેલા શૌર્ય સિંદૂર લોકમેળામાં આ વર્ષે તંત્રને 50 લાખ રૂૂપિયાથી વધુનો નફો થયો છે. લોકમેળામાં વિવિધ સ્ટોલની હરાજીમાંથી 2 કરોડથી વધુની આવક થઈ હતી. આ તમામ આવક અને ખર્ચની ગણતરી બાદ 50 લાખ રૂૂપિયાથી વધુનો ચોખ્ખો નફો થયો હોવાનું કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું છે.
આ વર્ષે લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને જોતા આવતા વર્ષે લોકમેળો રાજકોટ શહેરની બહાર ખસેડવાની કવાયત શરૂૂ કરી દેવામાં આવી છે. નવા રેસકોર્સ ખાતે અટલ સરોવરની બાજુમાં આવેલ ગ્રાઉન્ડને લોકમેળા માટે તૈયાર કરવામાં આવશે. ચોમાસુ પૂરું થયા બાદ આ મેદાનને સમતલ કરવા અને અન્ય જરૂૂરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ત્યારે આ વખતે તંત્ર દ્વારા અત્યારથી જ રાજકોટ શહેરના બહાર લોકમેળો ખસેડવા માટેની કવાયત શરૂૂ કરી દેવામાં આવી છે અને ન્યુ રેસકોસ ખાતે અટલ સરોવરની બાજુમાં આવેલ ગ્રાઉન્ડને સમતલ કરવા માટેની તૈયારીઓ અત્યારથી શરૂૂ કરી દેવામાં આવી છે અને ચોમાસુ પૂર્ણ થયા બાદ મેદાનને લેવનિગ અને ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં માટેની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે.