શાપરના યુવાનનો જૂનાગઢમાં સાસરિયામાં આપઘાતનો પ્રયાસ
શાપરમા રહેતા યુવાને જુનાગઢ સ્થીત સાસરીયામા કોઇ અગમ્ય કારણસર એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શાપરમા ભુમી ગેટ પાસે રહેતા નીલેશ નરપતભાઇ નકુમ નામનો ર8 વર્ષનો યુવાન 8 દીવસ પુર્વે સાંજનાં પાચેક વાગ્યાનાં અરસામા જુનાગઢમા સાબલપુર ચોકડી પાસે આવેલ ખાડીયા વિસ્તારમા પોતાનાં સસરાનાં ઘરે હતો ત્યારે કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતુ યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા નીલેશ નકુમ એક ભાઇ એક બહેનમા મોટો છે અને તેને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે નીલેશ નકુમ ડ્રાઇવીંગ કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે . અને સાસુ સાથે રહે છે. જુનાગઢ પોલીસે યુવાકનાં આપઘાતનાં પ્રયાસ પાછળનુ કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.