શાપર વેરાવળ પોલીસે પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો
ભાવનગર જીલ્લાના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોક્સોના ગુન્હાના આરોપીને પકડી પાડતી શાપર(વે) પોલીસ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જ તથા પોલીસ અધિક્ષક હિમકર સિંહ રાજકોટ ગ્રામ્ય નાઓએ શરીર સંબધી ગુન્હાઓ અટકાવવા તેમજ શરીર સંબંધી ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ગોડલ કે.જી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ તેમજ શાપર(વે) પો.સ્ટે.ના પો.ઇન્સ આર.બી.રાણા રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્રારા ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે ભાવનગર ઘોઘારોડ પોલીસ સ્ટેશન ગુ.2.નં-1363/2025 બી.એન.એસ કલમ-137(2) 87,74(2) એમ.તથા પોક્શો કલમ 4,7 મુજબના ગુન્હા નો આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી માટે ભાવનગર ઘોઘારોડ પોલીસને સોપી આપેલ છે.
પકડાયેલ આરોપી (1) હરપાલસિંહ સરવૈયા રાણીગામ દેપલા તા-જેશર જી.ભાવનગર રહેશે.આ કામગીરીમાં પો.ઇન્સ આર.બી.રાણા તથા પો.કોન્સ જગશીભાઈ ઝાલા, અલ્પેશભાઇ ડામસીયા, વિમલભાઇ વેકરીયા, મનસુખભાઇ ચૌહાણ, દિવ્યેશભાઇ શામળા, વિગેરે દ્વારા કરવામા આવેલ છે.