રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શાંતિ હોસ્પિ.ને 23.15 લાખનો દંડ, PMJAYમાંથી સસ્પેન્ડ

03:48 PM Mar 01, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મનપાના આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન એનક ગોટાળાઓ અને કૌભાંડ બહાર આવતા સરકારે હોસ્પિટલ વિરૂદ્ધ પગલાં લીધા

Advertisement

સરકારની PMJAY યોજનાનો ગેરલાભ લઇ અનેક હોસ્પિટલો દ્વારા ગોરખધંધાઓ કરવામાં આવી રહ્યા છે. અગાઉ આ મુદે અનેક હોસ્પિટલોને PMJAYયોજનામાંથી સસ્પેન્ડ કરાઇ છે. ત્યારે જ રાજકોટમાં શાંતિ હોસ્પિટલમાં PMJAY યોજનામાં મોટા ગોટાળાઓ થયાની ફરિયાદના પગલે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં તપાસ કરાતા હોમપોર્ટલ ઉપર રજિસ્ટ્રર થયેલા ડોકટરો ગેરહાજર જણાય આવતા આ ઉપરાંત જીપીસીબીનું સર્ટિફિકેટ રીન્યુ થયેલ નહોવાનું તથા હોસ્પિટલમાં સ્ટાફ સિવાયના અન્ય વ્યકિતઓ કામ કરી રહ્યા હોવાનુ સહિતના સાત નિયમોની અમલવારી ન થતી હોવાનુ ધ્યાનમા આવતા બનાવનો રિર્પોટ રાજય સરકારને સોંપવામાં આવેલ જે અંતર્ગત સરકાર દ્વારા આજે શાંતિ હોસ્પિટલને ગંભીર બેદરકારી બદલ રૂા.23.15 લાખનો દંડ ફટકારી 6 માસ માટે PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
રાજકોટની શાંતિ હોસ્પિટલને PMJAY યોજનાની અમલવારી મા ભયકર ગોટાળા કરી રજિસ્ટ્રર થયેલા ડોકટરો ઉપરાંત અન્ય ડોકટરો તેમજ બહારના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવતી હોવાનુ તથા PMJAY યોજના અંતર્ગત આવતા દર્દીઓ પાસેથી એડવાન્સના નામે રૂા14,900 જેટલી રકમ લેવામાં આવતી હતી.

તેમજ એક્સ-રે મશીન તથા રેડિયેશન એક્સપોઝર અટકાવવા માટે હોસ્પિટલમાં કર્ટેન કે મેટલ હોલ ન હોવાથી અન્ય દર્દીઓ ઉપર ગંભીર ખતરો હોવાનું પણ તપાસ કરનાર ટીમના ધ્યાને આવેલ તેવી જ રીતે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા 100 કોઝ નોટીસ આપવામાં આવેલ જેમાં પોર્ટલ પરથી સર્જનનું નામ હટાવી દીધેલ હોવા છતા તેમના દ્વારા 24 કેસની સર્જરી કરવામાં આવેલ હતી. તથા હોસ્પિટલ દ્વારા યોજનાની કામગીરીનું પાલન ન કરેલ હોય દર્દીઓ પાસેથી વસુલવામાં આવેલ એડવાન્સ રકમ 14,900 પરત કરવા સાથે પાંચ ગણી પેન્લટી તેમજ માન્ય સર્જન વગર કરેલા 24 કેસના રૂા.44,8100 નું ચૂકવણું રીકવર કરવા અને યોજનાની માર્ગદર્શીકા મુજબ પાંચ ગણી પેન્લટી રૂા.22,40,500 સહિત રૂા.23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને હોસ્પિટલને યોજનાથી છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. દંડના નિયમ મુજબ રૂા.23.15 લાખ સાત દિવસમાં જમા કરવાના રહેશે નહી તો હોસ્પિટલ વિરૂદ્ધ પગલા લેવામાં આવશે

હોસ્પિટલમાં ખુલ્યું સીસીટીવી કાંડ
શહેરની પાયલ મેટરનીટી હોસ્પિટલમાં થોડા સમય પહેલા સીસીટીવી ફૂટેજ કૌભાંડ બહાર આવેલ તેવુ એક કૌભાંડ આજે શાંતિ હોસ્પિટલમાં બહાર આવ્યુ છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શાંતિ હોસ્પિટલમાં તપાસ કરતા અનેક કૌભાંડો બહાર આવતા હોસ્પિટલને દંડ ફટકારી PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. ત્યારે જ હોસ્પિટલમાં વોર્ડમાં સારવાર લેતા દર્દીઓના સિસિટીવી ફૂટેજ મેડિકલ સ્ટોરના સ્ફાટ જોઇ રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. દર્દીઓની પ્રાઇવસી લીક થાય તે રીતે દર્દીઓને ઇન્જેશન આપતા અને સારવાર આપતા દ્રશ્યો મેડિકલ સ્ટોરના સિસિટિવી કમાન્ડમાં જોવાતા હતા. આથી આ મુદ્દે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ છે અને આ મુદે ટૂક સમયમાં મોટા ભડાકા થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. તપાસ દરમિયાન મેડિકલ સ્ટોરના ફાર્મસીસ્ટ જય કનેરીયા હાજર મળી આવેલા નહી તપાસ દરમિયાન મેડિકલ સ્ટોરનો સ્ટાફ પણ ગાયબ થઇ ગયો હતો. આથી આરોગ્ય વિભાગે સિસિટીવી ફૂટેજ અંગે કોઇ ગાઇલાઇન ન હોય વધુ તપાસ હાથ ધરી છે.

હોસ્પિટલે આચરેલા કૌભાંડો

ઉક્ત હોસ્પીટલમાં ઓડિટ દરમિયાન HEM પોર્ટલ પર રજીસ્ટર થયેલ તબીબો વિઝીટ દરમ્યાન હાજર ન હતા.

GPCB સર્ટિફિકેટ એકસપાયર હતું તેમજ હોસ્પિટલ " દ્વારા રીન્યુઅલ માટે કોઈ અરજી કરેલ ન હતી.

ઉક્ત હોસ્પિટલ દ્વારા બ્લડ રિપોર્ટની પ્રિન્ટ તેમના દ્વારા કરેલ હતી અને સહી હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ તેવું જાણવા મળેલ.

પ્રિ-ઓટી એને ઓટી નોટ બ્લેન્ક રાખવામાં આવેલ હતી.

એક્સ-રે મશીન જનરલ વોર્ડમાં જોવા મળેલ હતું તથા રેડિયેશન એક્સપોઝર અટકાવવા માટે હોસ્પિટલમા કોઈપણ પ્રકારના કર્ટેન કે મેટલ વોલ હતી નહીં.

ઉક્ત હોસ્પિટલ દ્વારા આઈ.સી.યુ, ઓ.ટી. અને રીકવરી રૂૂમ યોજનાની માર્ગદર્શિકા અનુસાર ન હતા તેમજ ફ્યુમીગેશન અને ઓટોકલેવ રજીસ્ટરમાં ક્ષતિઓ જોવા મળેલ હતી.

ઓડિટ દરમિયાન દર્દી ઓ પાસે થી કુલ 14900 /- રકમ લીધેલ.

આ બાબત હોસ્પિટલ ને પૂછતા જણાવેલ કે ડિસ્ચાર્જ સમયે આ પૈસા તેમના દ્વારા પાછા કરવામા આવે છે.

Tags :
gujaratgujarat newsPMJAYrajkotrajkot newsShanti Hospital
Advertisement
Advertisement