For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પહેલાં શંકરસિંહ ફરી મેદાને

01:52 PM Nov 21, 2024 IST | Bhumika
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પહેલાં શંકરસિંહ ફરી મેદાને
Advertisement

ગુજરાતમાં નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પહેલા રાજકારણના જુના ખેલાડી શંકરસિંહ વાઘેલા ફરી નવી પાર્ટી સાથે રાજકીય અખાડામાં ઉતરવાની તૈયારી કરી રહયા છે. તેઓ નવી પાર્ટી સાથે મેદાનમાં આવી રહયા છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડોમાં કાલે સ્નેહ મિલન યોજાયું હતું. જ્યાં શંકરસિંહે બેઠક બાદ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરી છે. આ પક્ષની નોંધણી પણ કરાવી છે.

Advertisement

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ તરીકે વડોદરાના પૂર્વ મેયર ડો. રાજેન્દ્રસિંહ રાઠોડની વરણી કરી છે. જ્યારે ગાંધીનગરના પૂર્વ ડેપ્યુટી મેયર યુસુફ પરમારને મહામંત્રી બનાવવામાં આવ્યા છે અને પાર્થેશ પટેલને ખજાનચીની જવાબદારી સોંપી છે.

શંકરસિંહ વાઘેલાએ 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. એ પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું અને ગઈઙ છોડી દીધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement