For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મવડીના શૈલેષભાઈ કોટડિયા લાપતા

05:05 PM Nov 06, 2025 IST | admin
મવડીના શૈલેષભાઈ કોટડિયા લાપતા

બાપા સિતારામ ચોક પાસે ચૈતન્ય વિલા સોસાયટીમાં બ્લોક નં. 16માં રહેતા શૈલેષભાઇ ગિરીશભાઇ કોટડીયા (ઉ.વ. 51) ગત તા. 3ના રોજ પોતાના ઘરેથી નીકળ્યા બાદ તે પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પુત્રએ તાલુકા પોલીસમાં જાણ કરતા પોલીસે ગુમની નોંધ કરી હેડ કોન્સ. મયુરભાઇ ઠાકરે તપાસ હાથ ધરી છે. પ્રૌઢે કાળા કલરનું ટીશર્ટ તથા જીન્સનું પેન્ટ પહેરેલ છે. જો કોઇને આ પ્રૌઢ વિશે માહિતી મળે તો તાલુકા પોલીસ સ્ટેશન ફોન નંબર: 63596 27415 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement