રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શાહરુખ-સલમાન અને આમિર ખાનના નાટુ નાટુ ડાન્સે રંગ જમાવ્યો

12:28 PM Mar 04, 2024 IST | admin
Advertisement

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સની હાજરી જોવા મળી હતી. આ ઉજવણીનો ભાગ બનવા માટે શાહરૂૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા.ઇન્ટરનેટ બોલિવૂડ સેલેબ્સના દેખાવથી ભરેલું છે. 3 દિવસના ફંક્શનમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગના બીજા દિવસે એક મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાહરૂૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાને એકસાથે જબરદસ્ત ડાન્સ કર્યો હતો.

Advertisement

બી-ટાઉનના ત્રણ ખાન શાહરૂૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન વર્ષો પછી સાથે જોવા મળ્યા હતા. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પ્રિ-વેડિંગના બીજા દિવસે, સંગીત સેરેમનીમાં બોલિવૂડના ત્રણેય ખાન એટલે કે સુપરસ્ટાર્સે સ્ટેજ પર પોતાના વિસ્ફોટક ડાન્સથી ધૂમ મચાવી દીધી હતી. આ વાયરલ વીડિયોમાં તે ફિલ્મ છછછ ના ગીત નટુ નટુ પર ડાન્સ કરતી જોઈ શકાય છે. કિંગ ખાન ભાઈજાન અને બોલિવૂડના મિસ્ટર પરફેક્ટ આમિર ખાન એક સાથે અદભૂત ડાન્સ મૂવ્સ અને મસ્તી કરતા જોવા મળ્યા હતા.

જામનગરમાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં શાહરૂૂખ ખાન-ગૌરી ખાનથી લઈને રણબીર કપૂર-આલિયા ભટ્ટ સુધી સમગ્ર બોલીવુડે હાજરી આપી હતી. સમારોહના પ્રથમ દિવસે, ગાયિકા રીહાન્નાએ મહેમાનોને તેની ધૂન પર નૃત્ય કરવા દબાણ કર્યું. બીજા દિવસે બોલિવૂડ સ્ટાર્સે મ્યુઝિકલ નાઈટમાં ગ્લેમર ઉમેર્યું હતું. આ પ્રી વેડિંગમાં જાન્હવી કપૂર, શિખર પહાડિયા, સોનમ કપૂર, આનંદ આહુજા, રિતેશ અને જેનેલિયા દેશમુખ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર, સુહાના ખાન, નવ્યા નવેલી નંદા, સારા તેંડુલકર, કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, રાની મુખર્જી, સોનાલી બેન્દ્રે વગેરે જેવા મોટા સેલેબ્સે હાજરીઓ આપી હતી.

સેરેમનીમાં આવેલા મહેમાનોને વનતારા થીમ બેઝ ભેટ અપાઈ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંકશનમાં આવેલા મોઘેરા મહેમાનોને અંબાણી પરિવારે રિટર્ન ગિફ્ટ પણ આપી હતી. જે તમામ ગિફ્ટ વનતારા થીમ બેઝ પર છે. તમામ મહેમાનોના હાથમાં અંબાણી પરિવારે આપેલી રિટર્ન ગિફ્ટથી ભરેલી બેગ જોવા મળી રહી છે. ગિફટની વાત કરવામાં આવે તો તમામ મહેમાનોને એક સિંહનું પેઈન્ટિંગ તેમજ બેગ આપેલી છે. બેગમાં બે પેનના બોક્સ, ‘વનતારા’ ડિઝાઈનવાળા કાગડના રેપરમાં ચોકલેટ, વનતારાના થીમ બેઝ કેલેન્ડર સહિત અન્ય ગિફ્ટ પર આપવામાં આવી છે.

જામનગર ખાતે કુલ 596 ઇન્ટરનેશનલ- ડોમસ્ટિક ફ્લાઇટનું આગમન થયું
બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જામનગરમાં ચાલી રહેલા પ્રી-વેડિંગ સમારોહે અનોખું આકર્ષણ જમાવ્યું છે. આ સમારોહમાં દેશ-વિદેશથી ઘણાં મહેમાનો, સેલિબ્રિટીઓ અને હસ્તીઓ પધાર્યા છે. પ્રી-વેડિંગ સમારોહને લઈને જામનગર એરપોર્ટને થોડા દિવસો માટે ઈન્ટરનેશનલ એરપોર્ટની માન્યતા અપાઈ છે, જેના કારણે જામનગર એરપોર્ટ સતત ત્રણ દિવસ સુધી ધમધમતું રહ્યું છે. ત્યાં અમદાવાદ એરપોર્ટ કરતા પણ વધારે ટ્રાફિક જોવા મળી રહી છે. આ અંગેની માહિતી એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે. સિંગે આપી છે. જામનગર એરપોર્ટ પર 26મી ફેબ્રુઆરીથી અત્યાર કુલ 350 ડોમેસ્ટિક ફ્લાઈટ અને 86 ઈન્ટરનેશનલ ફ્લાઈટ લેન્ડ થઈ ચૂકી છે અને કુલ 4500 જેટલા મહેમાનોનું આગમન થયું છે. ચોથી માર્ચથી કુલ 160 ફલાઈટ લેન્ડ કરશે. કેન્દ્ર સરકારની મંજૂરીથી ઈમિગ્રેશન તેમજ કસ્ટમ સહિતની સુવિધાઓ કરાઈ ઉપલબ્ધ કરાઈ છે. સાથે ફ્લાઇટ મૂવમેન્ટ વધારતા અન્ય સેન્ટરો પાસેથી પણ સ્ટાફ બોલાવવામાં આવ્યો છે.

શાહરૂખ ખાને જય શ્રી રામના નારા લગાવ્યા
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના સમારોહમાં શાહરૂૂખ ખાને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. શાહરૂૂખ બીજા દિવસે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની હોસ્ટ કરી રહ્યો હતો. તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે ઈવેન્ટમાં હાજર લોકો સાથે વાત કરતા જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂૂખે મહેમાનોનું ‘જય શ્રી રામ’ કહીને સ્વાગત કર્યું હતું.આ પછી શાહરૂૂખે અંબાણી પરિવારની મહિલાઓને દેવી ગણાવી હતી. શાહરૂૂખ ખાન બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. તે સ્ટેજ પર ચાલીને આવે છે અને કહે છે, અને આ બહુ સરસ રીત છે, ‘જય શ્રી રામ’ ભગવાન બધાનું ભલું કરે. પ્રાર્થના અને આશીર્વાદ વિના સમારોહ આગળ વધી શકતો નથી.

Tags :
Anant and Radhika's pre-weddinggujaratgujarat newsindiaindia newsjamnagarjamnagar newssalman khanShahrukh Khan
Advertisement
Next Article
Advertisement