For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અનંત અંબાણી-રાધિકાના લગ્નની તૈયારી માટે શાહરૂખ જામનગરમાં

12:01 PM Feb 23, 2024 IST | Bhumika
અનંત અંબાણી રાધિકાના લગ્નની તૈયારી માટે શાહરૂખ જામનગરમાં

Advertisement

  • જામનગરથી મુંબઇની ફલાઇટ પકડતો વીડિયો વાઈરલ

શાહરુખ ખાન હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચેટના લગ્નના પ્રીવેડિંગની તૈયારી માટે જામનગર આવ્યા હતા. બોલીવુડ સુપરસ્ટારે પોતાના પરફોર્મેમ્સનું રિહર્સલ માટે આવ્યા હતા. ગુરુવારે 22 ફેબ્રુઆરીએ તે મુંબઈ રવાના થતાં પહેલા જામનગરમાં એક દિવસ વિતાવ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં શાહરુખ ખાનને મુંબઈની ફ્લાઈટ પકડતા જામનગર એરપોર્ટમાં એન્ટર કરતા જોઈ શકાય છે. તેણે કાળા રંગનું જેકેટ પહેર્યું હતું અને હંમેશાની માફક શાનદાર લાગી રહ્યો હતો.

રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને એનકોર હેલ્થકેરના સીઈઓ વીરેન મર્ચેન્ટની દીકરી રાધિકા મર્ચેન્ટ લગ્નના બંધને બંધવા તૈયાર છે. તેમના લગ્નનું પ્રી વેડીંગ 1 માર્ચ 2024થી શરુ થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement