For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેરમાં જામ્યો અષાઢી માહોલ દોઢ કલાકમાં સવા ઇંચ વરસાદ

01:30 PM Oct 07, 2025 IST | Bhumika
વાંકાનેરમાં જામ્યો અષાઢી માહોલ દોઢ કલાકમાં સવા ઇંચ વરસાદ

વાંકાનેર તથા ગ્રામ્ય વિસ્તારમા છેલ્લા છ દીવસથી દરરોજ સાંજ પડયે વાતાવરણમા પલ્ટો આવે ને મેઘરાજા સાતમા નોરતાથી નીયમીત હાજરી પુરાવા પહોંચી જાય છે.
ત્યારે આજરોજ મેઘરાજાએ રોદ્ર સ્વરુપ ધારણ કરી વીજળીનાં કડાકા ભડાકા સાથે સાંજે પોણા પાંચ વાગ્યે પધરામણી કરતા સતત દોઢ કલાક ધડબડાટી બોલાવી સવા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને ઠેક ઠેકાણે નીચાણ વાળા વિસ્તારોમા વરસાદી પાણી ભરવા લાગ્યા હતા.

Advertisement

આ પાછોતરા વરસાદથી ખેડુતોમા ચિંતા વ્યાપી ગઇ છે આ ઉપરાંત મચ્છુ ડેમ 1 પણ હાલ 00/10 ઇંચે ઓવરફલો થઇ રહયો છે ત્યારે નીચાણવાળા વિસ્તારોનાં રહીશોનાં જીવ પડીકે બંધાઇ ગયા છે હાલ શહેરમાથી પસાર થતી મચ્છુ નદી પણ બે કાંઠે વહી રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement