ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલા સાત નમૂના ફેલ, 7 પેઢીને 6.60 લાખનો દંડ ફટકારાયો
રાજકોટના ફૂડ એન્ડ ડ્રગ વિભાગદ્વારા અગાઉ વિવિધ સ્થળોએથી લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં આ અંગેના કેસો એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ સમક્ષ ચાલી ગયા હતા. સુનાવણી પૂર્ણ થયા બાદ, એડિશનલ કલેક્ટરે ખાદ્ય સુરક્ષા કાયદાના ભંગ બદલ સાત પેઢીઓને કુલ રૂૂ. 6,60,00 નો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જે પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં નીચે મુજબનો સમાવેશ થાય છે: રામ માર્કેટિંગ સિંગતેલનો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતા રૂૂ. 1,00,000 (એક લાખ) નો દંડ.ભારત બેકરી બેકરી પ્રોડક્ટ્સના નમૂનામાં ખામી બદલ રૂૂ. 1,50,000 નો દંડ. હોટલ એડીપી પનીરનો નમૂનો અમાન્ય ઠરતા રૂૂ. 75,000 નો દંડ. ખોડીયાર કાઠીયાવાડી ધાબા પનીરનો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જણાતા રૂૂ. 25,000નો દંડ.જનતા મિલકત એન્ડ ફૂડ ઘીના નમૂના બદલ રૂૂ. 50,000 અને મલાઈના નમૂના બદલ રૂૂ. 50,000એમ કુલ રૂૂ. 1,00,000 (એક લાખ) નો દંડ. મસાલા ડિરિઝ દહીંનો નમૂનો અમાન્ય થતા રૂૂ. 1,75,000 નો દંડ.ખોડીયાર એન્ટરપ્રાઈઝ વેજીટેબલ ઘીના નમૂનામાં ખામી બદલ રૂૂ. 35,000 નો દંડ હતો. સાત પેઢીઓને નમુના ફેલ થતા એડિશનલ કલેકટર દ્વારા 6.60 લાખનો દંડ ફટકારાયો છે.