શહેરમાં બેભાન હાલતમાં સાતનાં મોત
યુનિવર્સિટી રોડ પર દારૂની કુટેવ ધરાવતા આધેડ, ખોડીયારપરામાં અને આંબેડકરનગરમાં બિમારી સબબ આધેડ અને યુવાને દમ તોડયો
શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે બેભાન હાલતમાં મોત થયાના બનાવો પણ વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં બેભાન અને બિમારી સબબ મહીલા સહીત સાત લોકોના મોત નીપજયા હતા. યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આવાસ યોજના કર્વાટરમાં રહેતા દિનેશભાઇ મનસુખભાઇ ગોહીલ (ઉ.50) નામના આધેડ ગતરાતે યુનિવર્સિટી રોડ પર બેભાન થઇ જતાં તેમને સારવારમાં ખસેડાતા મોત નીપજયું હતું. પ્રાથમિક તપાસમાં તેમને દારૂ પીવાની કુટેવ હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં 150 ફુટ રીંગ રોડ પર સદભાવના હોસ્પીટલ પાસે રખડતું ભટકતું જીવન જીવતો મનોજ (ઉ.46) નામનો યુવાનનું બેભાન હાલતમાં ોત નિપજયું છે.ત્રીજા બનાવમાં 150 ફુટ રીંગરોડ પર આંબેડકરનગર-14માં રહેતા સુરેશભાઇ બટુકભાઇ ગમારા (ઉ.વ.40)નું ટીબીની બિમારી સબબ મોત નિપજયું છે.
ચોથા બનાવમાં આજી વસાહતમાં ખોડીયારપરા-11માં રહેતા સુંદરલાલ રામુલાલ આહીરવાર (ઉ.વ.62) નામના વૃધ્ધ આજે સવારે તેમના ઘરે બેભાન થઇ જતા તેમનું મોત નીપજયું હતું.પાંચમાં બનાવમાં જુના ગણેશનગરમાં રહેતા પુષ્પાબેન અશોકભાઇ બકરાણીયા (ઉ.52) નામના મહીલાનું પોતાના ઘરે બીમારી સબબ મોત થયું હતું.
છઠ્ઠા બનાવમાં સદભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા ગીરધરલાલ છગનલાલ પીલોજપરા (ઉ.59) નામના વૃધ્ધનું આજે સવારે બેભાન હાલતમાં મોત નીપજયું છે. જયારે બેડીનાકા પાસે રહેતા પુરૂષોતમભાઇ જેઠાલાલ કારેલીયા (ઉ.વ.85) નામના વૃધ્ધ રાતે સુતા બાદ સવારે ઉઠયા જ ન હતા. બેભાન હાલતમાં તેમનુન મોત નિપજયું હતું.