શહેરમાંથી સાત શખ્સો છરી સાથે પકડાયા: કેફીપીણું પીધેલા વાહનચાલકો પણ દંડાયા
જિલ્લામાં તિક્ષ્ણ હથિયાર લઇ ફરનાર શખ્સો સામે પોલીસની ડ્રાઇવ
જામનગર શહેર-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે ગઇકાલે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યુ હતું. જેમાં જામનગર શહેરના સીટી-બી પોલીસ મથકની હદમાંથી સાત જેટલા શખસો છરી જેવા તિક્ષ્ણ હથિયાર સાથે ઝડપાયા હતા.આ ઉપરાંત કાલાવડ, જોડીયા, શેઠવડાળા પોલીસે પણ ડ્રાઇવ યોજી કૈફી પીણું તેમજ ટ્રાફિકને અડચણરૂૂપ થાય તે રીતે વાહન ચાલકો વિરૂૂદ્ધ કાર્યવાહી કરી હતી. જેમાં સીટી-બી ડીવીઝન વ્હોરાના હજીરા પાસે છરી સાથે નીકળેલા જાકીર કાસમ દરજાદા, નાગનાથ નાકા પાસેથી સમીર હાજીભાઇ છરેચા, શંકર સોઢાભાઇ બારીયા, જયારે ભીમવાસ વિસ્તારમાંથી હમિદ ઓસમાણ ગંઢાર, વિકટોરીયા પુલ નીચેની અકબર કાસમભાઇ છરેચા, નાગનાથ સર્કલ પાસેથી મહેબુબ કાસમ છરેચાની છરી સાથે અટકાયત કરી હતી જયારે એલસીબી પોલીસે ધરારનગર-2માંથી પરેશ ભુપતભાઇ ડોણાસીયા અને પંચ બી ડીવીઝન પોલીસ ખીજડીયા બાયપાસ પાસેથી મહેશભાઇ ચનાભાઇ ડાભીની અટકાયત કરી હતી.કાલાવડ ટાઉન પોલીસે રણુજા રોડ પરથી હરસુખભાઇ સામડીયાને લાકડાના ધોકા સાથે દબોચી લીધા હતા.
જયારે જોડીયા પોલીસે કૈફી પીણું પી ટ્રક ચલાવનાર મામદ ઇબ્રાહીમ જત (રહે. ભુજ-કચ્છ)ની અટકાયત કરી હતી.મેઘર પોલીસે ટ્રાફિકને અડચણરૂૂપ ઇકો કાર પાર્ક કરનારા સામજી દેવરાજ સોનગરા અને શેઠવડાળા પોલીસે કૈફી પીણું પી મોટર સાયકલ ચલાવનાર રાજુ લખમણ જાખલીયા, પુરઝપડે મોટર સાયકલ ચલાવનાર ફરીદ ફિરોજભાઇ શેખ અને જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂૂપ થાય તે રીતે ટ્રેકટર પાર્ક કરનાર ખોળાભાઇ પબાભાઇ બાંભવા વિરૂૂદ્ધ કાર્યવાહી કરી હતી.