મોટી પાનેલીમાં ઉપ સરપંચ સહિત સાત સભ્યોના રાજીનામા
ઉપલેટા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત એટલે મોટી પાનેલી અંદાજે બાર થી તેર હજારની વસ્તી ધરાવતું ગામ માં તાજેતર ના ભૂગર્ભ ગટર ના ભૂંગળા નાખવાના વિવાદો થી ગામનું રાજકારણ ગરમાયું છે થોડા દિવસ પહેલા ગામમાં બની રહેલા આરસીસી રોડ માં સરપંચની મંજૂરી કે ઠરાવ વિના ભૂગર્ભ ગટર માટે ભૂંગળા નાખતા હોવાનું સરપંચશ્રી ને માલુમ પડતા તેમણે જાતે જઈને ટીડીઓ ઉપલેટા ને લેખિત માં આપેલ કે આ કામ ગ્રામપંચાયત ની મંજૂરી કે ઠરાવ વિના થઇ રહ્યું હોય કામ બંધ કરાવી કોઈ બિલ પાસ ના કરવાની રજુઆત કરેલ જેને લઈને ભૂગર્ભ ગટર નુ કામ બંધ રહેતા ઉપસરપંચ જતીન ભાલોડીયા અને મહિલા સરપંચ શારદાબેન વચ્ચે વિવાદ થયેલ જે આજરોજ વિવાદ ઉગ્ર બનતા ઉપસરપંચ જતીન ભાલોડીયા સહિતના સાત સભ્યોએ સાગમટે રાજીનામાં ધરી દેતા ગામનું રાજકારણ ગરમાયું છે આ અંગે ઉપસરપંચ સહીત સભ્યોએ ગંભીર આક્ષેપો કરતા લેખિતમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયત માં ઘોર બેદરકારી ચાલે છે સાથે સ્વચ્છતા ના પ્રશ્નો નુ નિરાકરણ ના આવતું હોય સાથે મહિલા સરપંચ હાજરી ના આપતાં તેમના પતિ હાજર રહી પોતાની મનમાની ચલાવતા હોય જે વિકાસના કામોમાં અવરોધ રૂૂપી હોય અને તાલમેલ ના રાખતા હોવાના આક્ષેપો સાથે રાજીનામાં ધરી દીધા છે.
આ અંગે ઉપસરપંચ જતીન ભાલોડીયા એ ગામના આગેવાનો ની બેઠક બોલાવી પોતાની સફાઈ આપતાં જણાવેલ કે સફાઈ કામદારો એક લાખ વિસ હજાર રૂૂપિયા લેવા છતાં કામ ના કરતા હોય બેઠા રહેતા હોય તો પણ એમના પગાર બિલ બને છે ગામલોકો અમારી પાસે સફાઈ કે અન્ય કામની અપેક્ષા રાખતા હોય પણ કામગીરી ના થવાંથી અમારી નારાજગી હોય અમોએ રાજીખુશી થી આ રાજીનામાં આપેલ છે.એક સાથે સાત સાત સભ્યોના રાજીનામાં ને લઈને સરપંચ ની પ્રતિક્રિયા જણાવતા સરપંચ ના પતિ ચંદુભાઈ જાદવ દ્વારા જણાવેલ કે છેલ્લા ચાર વર્ષોથી અમારી બોડી વિકાસના કામો કરી રહી છે અને હજુ સુધીમાં કોઈએ ના કર્યા હોય એટલા ચાર કરોડ રૂૂપિયા ના વિકાસ ના કાર્યો કરેલા છે અને હજુપણ કરતા રહેશું સફાઈ મુદે જો એ રાજીનામાં આપતાં હોય તો એમણે બવ પેલાજ રાજીનામાં આપી દેવા જોઈએ કારણ ગ્રામ પંચાયત ની ત્રીસ લાખ રૂૂપિયાની ગ્રાન્ટ અટકેલી છે જેને લીધે સફાઈ કામદારો ના સાત સાત મહિના ના પગાર નથી થયેલા એટલે સફાઈ કામદારો કામ નથી કરતા આ અંગે ડીડીઓ સાહેબને અવાર નવાર લેખિત માં રજુવાત કરેલ છે છતાંપણ ગ્રાન્ટ ના આવવાને લીધે આ સમસ્યા છેલ્લા બે વર્ષથી ઉભી થયેલ છે ગ્રાન્ટ ની રકમ આવી જતા તુરંત જ સફાઈ નો કોન્ટ્રાકટ નો ઠરાવ કરી સફાઈ ની સમસ્યા દૂર કરશું.
આમ જોઈએ તો આમાં પ્રજાનો શુ વાંક? ગ્રામ પંચાયત ની આ અટકેલી ત્રીસ લાખની ગ્રાન્ટ ને લઈને જે સફાઈ કામદારો ના પગાર નથી થતા જેને લીધે પ્રજા પરેશાની ભોગવી રહી છે છેલ્લા દોઢ થી બે વર્ષ થી આ સમસ્યા ને લીધે ગામની શેરી એ ગલીએ ગટરો માં કચરા અને ગંદકી ના ગંજ જોવા મળે છે ગંધાતી છલકતી ગટરો ને લીધે સ્થાનિકો ઓબા આવી ગયા છે રજૂઆતો કરી કરી કંટાળી લોકો ના છૂટકે પોતાનું આંગણું ચોખ્ખું રાખવા, જાત મહેનત થી આ સફાઈ નુ કામ કરવા લાગ્યા છે પણ મુખ્ય રોડ રસ્તા ની ગંદકી કે ગટર કોણ સાફ કરશે?? આ સમસ્યા નો વહેલી તકે ઉકેલ આવે એવી લોકોમાં તીવ્ર માંગણી છે.