ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોહિલવાડમાં સાત ઈંચ વરસાદ, ગામડાઓ બેટમાં ફેરવાયા

12:04 PM Aug 21, 2025 IST | Bhumika
Advertisement

મહુવાની માલણ નદી બે કાંઠે, પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં જનજીવન પ્રભાવિત, NDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઈ

Advertisement

ભાવનગર જિલ્લામાં અડધાથી સાત ઇંચ વરસાદ પડ્યો છે.આજે પણ ભારે વરસાદની આગાહી છે. જોકે સવારે છ થી આઠ બે કલાક દરમિયાન સવારે તડકો નીકળ્યો હતો. મહુવા પંથકમાં વહેલી ગઈ રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મહુવામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ ઊભી થઈ છે. મહુવાની માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.

ભાવનગર જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન સુધીના વરસાદના આંકડા જોઈએ તો, વલ્લભીપુર - 2 મી.મી., ઉમરાળા -6 મી.મી., ભાવનગર 11 મિ.મી., ઘોઘા -44 મિમી, સિહોર -16 મિ.મી., ગારીયાધાર -111 મિ.મી., પાલીતાણા -50 મિ.મી., તળાજા 32 મિ.મી., મહુવા - 135 મિ.મી. તથા જેસર 67 મિમી વરસાદ વરસી ગયો હતો. આમ ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લા ના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચોમાસાની ચાલુ સિઝનમાં ચોથી વખત ઓવર ફ્લો થયો છે. ડેમ ના દરવાજા ખોલવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર ડો. મનીષ બંસલ એ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને કારણે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. તેમજ શેત્રુંજી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોય પાલીતાણા અને તળાજા ના નીચાણવાળા ગામોને સાવચેત રહેવા જણાવ્યું છે.

ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી વચ્ચે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય છે અને જરૂૂર પડે ત્યાં મદદે દોડી જશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ પાસેથી ઉપલબ્ધ વિગતો મુજબ ગત તા.17 જુનથી ભાવનગરને એનડીઆરએફની ટીમ ફાળવાઈ છે જે યથાવત છે. આજે જિલ્લામાં મહુવામાં ભારે વરસાદની સ્થિતિ છે પરંતુ કોઈ મુશ્કેલી જણાય નથી. ભારે વરસાદની સ્થિતિમાં જરૂૂર પડે ત્યાં મદદે પહોંચવા એનડીઆરએફની ટીમ સજ્જ છે.

ભાવનગરના મહુવા પંથકમાં ભારે વરસાદને કારણે ડાયવર્ઝનમાં ધોવાણને કારણે બપોરે ત્રણ વાગેમહુવા સાવરકુંડલા રોડ બંધ કરવામાં આવ્યો હતો. બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ હવામાન ખાતાની આગાહીને કારણે ભાવનગર ના બંદરો પર ભયસુચક ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.

રંઘોળા ડેમ છલકાયો: 10 દરવાજા ખોલાયા
ઉપરવાસ ભારે વરસાદથી ભાવનગર જિલ્લાનું રંઘોળા જળાશય છલકાતાં દરવાજા ખોલાયા છે. આથી નીચાણવાળા ઉમરાળા અને સિહોર તાલુકાનાં ગામોને સાવધ કરાયા છે. ભાવનગર તેમજ અમરેલી સહિત ઘણાં જિલ્લામાં આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. બે દિવસમાં ઉપરવાસ અને સર્વત્ર ભારે વરસાદ રહ્યો છે ત્યારે રંઘોળા જળાશય છલકાતાં તેના 10 દરવાજા ખોલાયા છે અને રંઘોળી નદીમાં જળરાશી વધતાં નીચાણવાળા ઉમરાળા તાલુકાના રંઘોળા, પીપરાળી, માલપરા, લંગાળા, ઝાંઝમેર, ધારુકા, ડંભાળિયા, દેવળિયા તથા ચોગઠ અને સિહોર તાલુકાનાં ભાણગઢ ગામોને સાવધ કરાયા છે. ગોહિલવાડનાં આ રંઘોળાના જળાશય અંગે ઉલ્લેખનીય છે કે, તળાવની સપાટી પૂરી થવામાં આવતાં દબાણથી જ દરવાજા ખુલે તેવી ઈજનેરી વ્યવસ્થા રહેલી છે. સ્વયંસંચાલિત દરવાજા એ વિશેષતા રહેલી છે.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newsHeavy RainMonsoonrain
Advertisement
Next Article
Advertisement