For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહુવામાં તોફાની પવન સાથે સાત કલાકમાં સાત ઇંચ

12:55 PM May 07, 2025 IST | Bhumika
મહુવામાં તોફાની પવન સાથે સાત કલાકમાં સાત ઇંચ

ભાવનગર પંથકમાં ઝાપટાથી એક ઇંચ વરસાદ બાદ સવારથી ધીમી ધારે શરૂ, ખેડૂતોને વ્યાપક નુકસાની

Advertisement

ભાવનગર જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મહુવામાં તોફાની પવન સાથે 7 કલાકમાં સાત ઇંચ વરસાદ વરસી ગયો હતો અને તોફાની પવનના લીધે શહેરના અનેક રસ્તાઓ પર ઝાડ પડેલ તેમજ હોર્ડિંગ્સ પતરા ઉડ્યા હતા તેમજ રોડ રસ્તાઓ ઉપર ઢીંચણ સમા પાણી ભરાયા હતા.
જેસરમાં એક ઇંચ વરસાદ વરસી ગયો જ્યારે સિહોર, પાલિતાણા, ગારિયાધાર, ઉમરાળા, ઘોઘા, તળાજા, ભાવનગર શહેરમાં કમોસમી વરસાદના હળવા ભારે ઝાપટા સાથે અડધાથી પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો.

ગોહિલવાડ પંથકમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ શરૂૂ રહ્યો છે. ખાસ કરી મહુવા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે સાત જ કલાકમાં સાત ઇંચ વરસાદ અને વરસાદ ભારેપવનના લીધે શહેરના અનેક રસ્તાઓ પર ઝાડ પડેલ તેમજ હોર્ડિંગ્સ પતરા ઉડ્યા હતા. શહેરના રોડ રસ્તાઓ ઉપર ઢીંચણ સમા પાણી ભરાયા હતા. ભારે પવન સાથે વરસાદ વરસતા વીજળી ગુલ થતાં અંધાર પટ છવાયો હતો. મહુવામાં વીજળી ગુલ થતાં અંધાર પટ છવાયો હતો.

Advertisement

પાલિતાણા પંથકમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઘેટી રોડ પર આવેલ હારુનભાઈ જેઠવાની વાડીમાં આવેલ વિશાળ વડ વૃક્ષ ધરાશાયી થયેલ હતું જેની નીચે બાંધવામાં આવેલ ભેંસો પૈકી બે ભેંસના મોત થયેલ છે. બીલાથી પસાર થતી માલણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા અને તાતણીયા ની નદી બંને કાંઠે ચાલુ થઈ ગઈ હતી. ગારિયાધાર તાલુકાના વેળાવદર, વીરડી વગેરે ગામડાના વિસ્તારમા તોફાની પવનો સાથે વરસાદ શરૂૂ થયો હતો.વેળાવદરમા દોઢ ઈંચ જેટલો કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતોને લાખો રૂૂપિયાનું નુકસાન થયું હતું. બાજરી, તલ, મગફળી અને ડુંગળી જેવા પાકોને લાખોની નુકશાની થતાં સૌ ચિંતામાં મુકાયા હતા. સિહોર શહેર ઉપરાંત તાલુકાના સણોસરા, રામધરી, આંબલા, કૃષ્ણપરા, અમરગઢ, સણોસરા, ટાણા, ધ્રુપકા, ભડલી, દેવગાણા, અગિયાળી સહિતના ગામોમાં અડધાથી દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.

ગારિયાધાર શહેરમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી ફરી વળ્યા હતા. તેમજ પંચકના ગામડા ડમરાળા, રૂૂપાવટી, પાલડી, ગણેશગઢ અનેક ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદ થયો હતો.તેમજ ડમરાળા ગામનું તળાવ ધોધમાર વરસાદથી તળાવ ભરાઈ ગયું હતું.ઢસામાં જોરદાર એકધારો વરસાદ ત્રણથી સાડા ત્રણ ઈચ જેટલો જોરદાર પવનના સુસવાટા સાથે કરા પડ્યા હતા આજે બુધવારે સવારથી જ ભાવનગર શહેરમાં પવન સાથે ધીમીધારે વરસાદ શરૂૂ થયો હતો. શહેર ઉપરાંત ગ્રામ્ય પંથક માં પણ વરસાદ શરૂૂ આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન વલભીપુરમાં 5, ઉમરાળામાં 11 ,ભાવનગરમાં 7,ઘોઘામાં 6,શિહોરમાં 18, ગારીયાધાર 7, પાલીતાણા 14 ,તળાજા માં 9, મહુવા 170 અને જેસરમાં 21 મી.મી. વરસાદ નોંધાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement