સુરતના ચકચારી બિટકોઈન ખંડણી કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો: પૂર્વ MLA-IPS સહિત 14 લોકો દોષિત જાહેર
ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર વર્ષ 2018માં સુરતના વિવાદિત શખ્સ શૈલેષભટ્ટનું અપહરણ કરી બિટકોઇન અને ખંડણી પડાવવાના ચકચારી કેસમાં અમદવાદની કોર્ટે ધારીના જીપીપીના પૂર્વ ધારાસભ્ય અને ત્યારબાદ ભાજપમાં જોડાઇ ગયેલા નલિન કોટડિયા, અમરેલીના તત્કાલિન એસી.પી. જગદીશ પટેલ, તત્કાલિન, પીઆઇ અનંત પટેલ, સુરતના વકીલ કેતન ઉર્ફે ઇકબાલ ધીરૂભાઇ પટેલ સહિત 14 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતો દાખલારૂપ ચૂકાદો આપ્યો છે.
વર્ષ 2018માં પોલીસ-પોલિટિશિયન અને ગુનેગારોની આ ટોળકી સામેના કેસમાં 14 આરોપીઓ સામે અપહરણ, ખંડણી, કવાતરૂ, ભ્રષ્ટાચાર સહિતની કલમો હેઠળ સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા કેસ નોંધાયો હતો. પાછળથી ઇડીએ મની લોન્ડરિંગનો પણ કેસ નોંધ્યો હતો.
આ કેસ અમદાવાદની કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી તે દરમિયાન સરકાર તરફે 172 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા જયારે બચાવ પક્ષે એક સાક્ષી તપાસવામાં આવ્યો હતો જેમાંથી 92 જેટલા સાક્ષી ફરી ગયા હતા જયારે ફરિયાદી શૈલેષ ભટ્ટના વકીલ રાજેશ રૂપારેલીયાએ સરકારના કેસને સમર્થન આપ્યુ ન હતું.
અંતિમ દલીલો ત્રણ માસ ચાલી હતી અને આજે કોર્ટે ચૂકાદો આપતા 15 પૈકીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી જયારે જતીન પટેલ નામના વ્યકિતને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો હતો. આ ચકચારી કેસમાં ફરિયાદી શૈલેષ ભટ્ટ પણ કરોડોના ચિટિંગના કેસમાં હાલ જેલમાં છે અને સુપ્રીમ કોર્ટ સુધી જામીન મળ્યા ન હતા.
આ ચકચારી કેસની વિગતો મુજબ ભારતમાં નોટ બંધી બાદ લોકોએ ક્રિપ્ટો કરન્સીમાં રૂૂપિયા રોકવાનું શરૂૂ કર્યું હતું. ત્યારે સુરતમાં બીટ કનેક્ટ નામની કંપનીએ ક્રિપ્ટો કરન્સીમાં લોકોને રોકાણ કરાવવાનું શરૂૂ કર્યું હતું. તે પૈકી બિલ્ડર શૈલેષ ભટ્ટે પણ પોતાની કમાણી રોકી હતી. પરંતુ કંપનીએ તાળા મારી દીધા હતા અને લોકોના પૈસા ડૂબ્યા હતા. જેને લઈને શૈલેષ ભટ્ટે પોતાના મળતિયાઓને સાથે રાખીને બીટ કનેક્ટ લિમિટેડના કર્મચારી અને હોદ્દેદારનું અપહરણ કર્યું હતું અને તેમની પાસેથી બીટકોઈન, લાઈટ કોઈન તેમજ કરોડો રૂૂપિયા પડાવ્યા હતા. ત્યાર બાદ કેટલાક પોલીસ અધિકારીઓએ શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 200 બિટકોઈન પડાવી 32 કરોડ ખંડણી માગી હતી.
શૈલેષ ભટ્ટના અપહરણ અને ખંડણીના આ કેસમાં હવે સિટી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા, અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલ, પૂર્વ પીઆઇ અનંત પટેલ સહિત 14 આરોપીઓ દોષિત જાહેર થયા છે. દોષિતોએ શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને 200 બિટકોઇન પડાવ્યા હતા અને છોડવા માટે 32 કરોડની માંગ કરી હતી.
તત્કાલિન અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલ, તત્કાલીન અમરેલી LCB પીઆઈ અનંત પટેલ, CBI ઈન્સ્પેક્ટર સુનિલ નાયર, કિરીટ પાલડીયા, વકીલ કેતન પટેલ, પોલીસ કર્મચારીઓ તેમજ પૂર્વ BJP MLA નલિન કોટડીયા સહિત 15 લોકોની ધરપકડ થઈ હતી.
શૈલેષ ભટ્ટનું અપહરણ કરનાર આરોપી પોલીસ કર્મચારીઓ સામે અને પૂર્વ ખકઅ નલિન કોટડિયા સામે CID ક્રાઈમ ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાઈ હતી. તેઓ સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો હતો. આ કેસ અમદાવાદની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલ અઈઇ ની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે અમિત પટેલની નિમણૂક કરી હતી.
શૈલેષ ભટ્ટની અરજી ઉપર ઉચ્ચ પોલીસ અધિકારી અને CBI ઇન્સ્પેકટર સામે સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. શૈલેષ ભટ્ટ ઉપર આક્ષેપ છે કે તેણે 2257 બિટકોઇન, લાઈટ કોઇન અને 14.5 કરોડ રૂૂપિયા વાપર્યા છે અથવા સંતાડ્યા છે. શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓને કિડનેપ કરીને 2021 બીટકોઈન, 11000 લાઈટ કોઈન અને 14.5 કરોડ રૂૂપિયાની ખંડણી મેળવી હતી.
શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીમાં આશરે 1.14 કરોડ રૂૂપિયા ડૂબી જતા તેને પ્લાન બનાવીને કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓનું અપહરણ કરીને બીટકોઈન, લાઈટ કોઈન તેમજ રોકડા રૂૂપિયા પડાવ્યા હતા. શૈલેષ ભટ્ટે તે સમયના અમરેલીના SP જગદીશ પટેલ અને કેટલાક પોલીસ ઓફિસરો સામે ફરિયાદ નોંધાવેલી. જેમાં તેને જણાવ્યું હતું કે તેનું કિડનેપ કરીને તેની પાસેથી 176 બિટકોઇન પડાવી લેવામાં આવ્યા હતા. શૈલેષ ભટ્ટે બીજી ફરિયાદ CBIના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર વિરુદ્ધ કરી હતી. જેને અરજદારને ED અને આઈકર વિભાગની બીક બતાવીને દસ કરોડ રૂૂપિયાની લાંચ માગી હતી. જેની ડીલ 05 કરોડમાં નક્કી થઈ હતી અને 4.60 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.