For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડના ચકચારી ફાયરિંગ કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ

12:31 PM Nov 23, 2024 IST | Bhumika
કાલાવડના ચકચારી ફાયરિંગ કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
Advertisement

તાજેતરમાં કાલાવડમાં બનેલી ફાયરિંગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. આ ઘટનામાં એક પરિવારના અનેક સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા, તા.08/11/2024ના રોજ ફરીયાદી ફીરોઝભાઈ કાસમભાઈ હાલાણી અને તેમનો પરીવાર તેમના ફળીયામાં હતો અને બાળકો ફટાકડા ફોડતા હતા તે દરમ્યાન આરોપી યુનુસભાઈ તૈયાબભાઈ હાલેપૌત્રા કે, તેમના પડોશી થતા હોય, તે આવેલ અને ફરીયાદી સાથે માથાકુટ કરેલ અને બોલાચાલી કરેલકે, તમારા ફટાકડા અમારા ઘરમાં આવે છે, તેવી વાતમાં માથાકુટ કરેલ અને તે દરમ્યાન તેમના પત્ની આવી ગયેલ અને યુનુસભાઈને ઘરમાં લઈ ગયેલ ત્યારબાદ થોડા સમય બાદ આ યુનુસભાઈ અને તેમનો દિકરો આમીન બંન્ને જણા તેની કાળા કલરની સ્કોર્પીયો ફોરવ્હીલ ગાડીમાં આવેલ અને કારમાંથી ઉતરી અને આરોપી યુનુસભાઈએ તેમના હાથમાં રહેલ ડબલ બેરલ વાળી બંદુકથી ફરીયાદી ઉપર નિશાનો તાકી અને જાન લેવાના ઈરાદે ફાયરીંગ કરેલ જે ફાયરીંગમાં ફરીયાદીના નાનાભાઈની દિકરી સીમરનને મોઢાના ભાગે ત્થા છાતીના ભાગે ઈજાઓ થયેલ અને તમન્નાબેનને જમણા પગના ગોઠણના ભાગે ઈજાઓ થયેલ અને પંજાના ભાગે ઈજાઓ થયેલ તેમજ અસલીઆના બેનને પેટમાં ઈજાઓ થયેલ અને દોડાદોડી થઈ જતાં ફરીયાદીના નાના ભાઈને દરવાજા બહાર શેરીમાં નિકળતા ફરી યુનુસભાઈએ બંધુક વડે તાજુનભાઈ તરફ ફાયરીંગ કરતા તાજુનભાઈને જમણા પગના ગોઠણની નિચેના ભાગે અને પંજાના ભાગે ત્થા ડાબા પગના ઈજાઓ થયેલ, અને તે પડી જતાં ફરીયાદીના પત્ની અને તાજુનભાઈના પત્ની સોનલબેન દોડી ત્યા જતાં યુનુસભાઈએ તેમના ઉપર પણ બંદુકથી ફાયરીંગ કરેલજેમાં આયશાબેનને ડાબા પગના ગોઠણની ઉપરના ભાગે અને જમણા પગના ગોઠણથી નિચેના ભાગે ઈજાઓ થયેલ અને આ દરમિયાન યુનુસભાઈનો નાનો ભાઈ આસીફ તૈયબભાઈ પોતાનું મો.સા.લઈને ત્યા આવી ગયેલ અને તે પોતાના સાથે છરી લઈ આવેલ હોય તે છરી લઈ અને ફરીયાદીના ફઈના દિકરા સોહીલભાઈ સાથે બોલચાલી ત્થા ઝપાઝપી કરવા લાગેલ અને તે દરમ્યાન મામદભાઈ સમા પણ આવી ગયેલ અને આ મામદભાઈએ પણ કોઈ હથીયાર વડે ફાયરીંગ કરેલ અને યુનુસભાઈના દિકરાએ પથ્થરોથી છુટા ધા મારી અને સમગ્ર પરીવારના સભ્યોને ઈજાઓ પહોંચાડેલ આમ, નાની બાબતે ફાયરીંગ કરી અને સમગ્ર પરિવારને ઈજાઓ પહોંચાડેલ હોય અને ફરીયાદી ઉપર જાનથી મારી નાખવાના ઈરાદાથી ફાયરીંગ કરેલ હોવાની ફરીયાદ કાલાવડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરતા તમામ આરોપીઓની અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ તેથી આ આરોપીઓ પૈકી આરોપી અસીફ તૈયબભાઈ હાલેપાત્રા ધ્વારા જામનગરની સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરતા સરકારી વકીલ અને પોલીસ ધ્વારા જામીનનો વિરોધ કરવામાં આવેલ અને એવી દલીલો કરવામાં આવેલ કે, નજીવી બાબતે ફરીયાદી ઉપર જાનથી મારી નાખવાના ઈરાદાથી ફાયરીંગ કરેલ હતું અને આ ફાયરીંગમાં નાની નાની દિકરીઓને અને નાના નાના ભુલકાઓને છરા લાગી અને ઈજાઓ થયેલ છે, આરોપીઓ સામે પ્રથમ દર્શનીય કેશ છે અને આરોપીએ જાહેરમાં તહેવારના સમયમાં આતંક મચાવેલ છે અને જુની અદાવત રાખી અને હુમલો કરેલ છે, આવા આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે, મુખ્ય આરોપીએ ફાયરીંગ કરેલ છે, હાલના આરોપી સામે જે ફરીયાદમાં આક્ષેપ છે તે ધ્યાને લેતા તેમને કોઈ જીવલેણ હુમલો કરેલ હોવાનું માલુમ પડતું નથી અને તેવી કોઈ ફરીયાદ પણ નથી તેથી આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ, જે તમામ દલીલો અને રેકર્ડ અને રજુઆતો ધ્યાને લઈ અને આ કામના આરોપી આસીફ તૈયબભાઈ હાલેપૌત્રાને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, પ્રેમલ રાચ્છ, વિશાલ વાય. જાની હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement