રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સર્વર ડાઉન : નવા જન્મેલા શીશુના દાખલાની કામગીરી ઠપ

05:17 PM Nov 26, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

છેલ્લા 15 દિવસથી સોફ્ટવેરમાં ધાંધિયા, ગુજરાતની અનેક મનપા અને પાલિકામાં અરજદારોની લાગી લાઈનો

મનપાની ત્રણેય ઝોનલ કચેરી અને અમદાવાદ, સુરત, ગીર સોમનાથ, નવસારી સહિતના જિલ્લાઓમાંથી પણ ઉઠી ફરિયાદો

મેકઈન ઈન્ડિયા અંતર્ગત સરકાર દ્વારા સરકારી વિભાગની તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવી રહી છે. પરંતુ સોફ્ટવેરમા ખામીઓ રહી જવાથી અથવા અન્ય કારણોસર અનેક વિભાગોની રોજની કાર્યવાહીમાં વિક્ષેપ આવી રહ્યા છે. અવાર નવાર સર્વર ડાઉન થવા તેમજ એરર આવવા સહિતની ઘટનાઓ હવે રોજીંદી બની ગઈ હોય તેમ આધારકાર્ડ બાદ હવે મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં જન્મના નવા દાખલાની કામગીરી સર્વર ડાઉન હોવાના કારણે ઠપ થઈ જતાં કચેરી ખાતે અરજદારોની લાઈનો લાગી હતી. અને ભારે રોષ જોવા મળ્યો હતો.

મનપાના સેન્ટ્રલઝોન કચેરી ખાતે આવેલ જન્મ-મરણ વિભાગ કેન્દ્ર ખાતે આજે સવારથી અરજદારોની લાઈનો લાગતા તપાસ કરતા માલુમ પડેલ કે, સર્વર ડાઉન હોવાથી જન્મના નવા દાખલા કાઢવાની કામગીરી ઠપ થઈ ગઈ છે અને આ પ્રકારના ધાંધિયાછેલ્લા 15 દિવસથી ચાલુ છે. જન્મના દાખલામાં અલગ અલગ પ્રકારના ફેરફારો કરવા માટે સોફ્ટવેર કામ કરી રહ્યું છે. જ્યારે હોસ્પિટલો માંથી નવા જન્મેલા બાળકની એન્ટ્રી થયાની વિગતો કોમ્પ્યુટરમાં અપલોડ કરતા જ એરર બતાવે છે. જેના લીધે છેલ્લા ઘણા સમયથી જન્મના નવા દાખલા નિકળી શક્યા નથી. રાજકોટ શહેરમાં દરરોજ અલગ અલગ સ્થળે બાળકોના જન્મ થતાં હોય છે.

તેની એન્ટ્રી હોસ્પિટલ મારફતે કોર્પોરેશન પાસે પહોંચી જાય છે અને અરજદાર પાસે હોસ્પિટલ ખાતેથી જે એસએમએસ આવેલ હોય તે કોડ નંબરનો એસએમએસ જન્મ-મરણ નોંધણી વિભાગમાં આપવાથી તે બાળકનો જન્મનો દાખલો નિકળતો હોય છે. પરંતુ હોસ્પિટલો દ્વારા મોકલવામાં આવેલ એન્ટ્રી સરકારના જન્મ મરણ વિભાગના સોફ્ટવેરમાં અપલોડ ન થઈ હોય કે ગમે તે કારણોસર છેલ્લા ઘણા સમયથી ધાંધિયા કરતા કોમ્પ્યુટરો આજે સવારથી ઠપ થઈ ગયા હતાં. મનપાના જન્મ-મરણ વિભાગમાં સર્વર ડાઉન હોવાના કારણે તેમજ સોફ્ટવેરમાં ધાંધિયા સર્જાતા નવા દાખલા કાઢવાની કામગીરી ઠપ થઈ ગઈ હતી.

આજ રીતે મહાનગરપાલિકાના વેસ્ટ અને ઈસ્ટ ઝોન જન્મ-મરણ વિભાગમાં પણ પરિસ્થિતિ જોવા મળી હતી. આ મુદ્દે તપાસ કરતા માલુમ પડેલ કે, ગુજરાત ભરની અનેક મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓમાં સોફ્ટવેરના ઈસ્યુ ઉભા થયા છે. જેના લીધેસર્વર ડાઉન થવાની ઘટનાઓ ઘટતા આજે અનેક સ્થળોએ જન્મ-મરણ વિભાગનીકામગીરી ઠપ થઈ ગઈ છે.

મનપાના જન્મ મરણ વિભાગનાસુત્રોના જણાવ્યા મુજબ ગાઉ આધારકાર્ડમાં પુરા નામના દાખલાનો આગ્રહ રખાતા તેમજ આ મુદ્દે જન્મ-મરણ વિભાગને પરિપત્ર ન પાઠવતા એક માસ સુધી સમસ્યા સર્જાઈ હતી. જેની સામે મહાનગરપાલિકાએ બનાવેલા લોકલ સોફ્ટવેરમાં સમયસર અને ઝડપી કામગીરી થઈ રહી છે છતાં સરકારે તેમના પોર્ટલ ઉપર ઓનલાઈન જન્મ-મરણ વિભાગની કામગીરી કરવાની સૂચના આપ્યા બાદ અવાર નવાર સમસ્યાઓ ઉભી થઈ રહી છે. આ મુદ્દે ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે.

અમારે તો ઓકે છે તમારામાં વાંધો છે : ઉપરવાળા
મનપાની ત્રણેય ઝોનલ કચેરી ખાતે આવેલ જન્મ-મરણ વિભાગની કામગીરી ઠપ થઈ ગઈ હતી. સોફ્ટવેરમાં સર્જાયેલ ખામીના કારણે સર્વર ડાઉન થવાની ઘટનાના પગલે રોજીંદી કામગીરી દરમિયાન નવા નિકળતા જન્મના દાખલાની કાર્યવાહી બંધ કરવાની અધિકારીઓને ફરજ પડી હતી. આ મુદ્દે જન્મ-મરણ વિભાગના સુત્રોએ જણાવ્યું કે, દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાના જન્મ-મરણ વિભાગના અધિકારીઓનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. કોઈ જાતની સૂચના આપવાની હોય અથવા ગાંધીનગરથી કોઈ આદેશ કરવાનો હોય તેમજ મુશ્કેલી અને ફરિયાદોના નિવારણ માટે તથા જન્મ-મરણ વિભાગની કામગીરી સરળતાથી સંકલન દ્વારા થઈ શકે તેવા હેતુથી આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં આજે સર્વર ડાઉનની ઘટના બાદ મેસેજ મુકવામાં આવેલ કે, સોફ્ટવેરમાં ખામી હોય સર્વર ડાઉન થઈ ગયું છે અને કોમ્પ્યુટરમાં એરર બતાવી છે ત્યારે ઉપરથી જવાબ મળેલ કે, અમારે તો ઓકે છે તમારામાં વાંધો છે આવો જવાબ આપતા મનપાના અધિકારીઓ લાચાર સ્થિતિમાં મુકાઈ ગયા છે અને આ મુદ્દે તપાસ કરતા માલુમ પડેલ કે, અમદાવાદ, નવસારી, ગીર સોમનાથ, રાજકોટ સહિતની પાલિકાઓમાં આ પ્રકારની સમસ્યા ઉભી થઈ છે. આ મુદ્દે ઉપર સુધી રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે.

વોર્ડવાઈઝ દાખલા કાઢવાની કામગીરીનું સુરસુરિયું
મહાનગરપાલિકા દ્વારા જન્મ-મરણના દાખલા કાઢવા માટે અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે ત્રણ ઝોનમાં વહેંચી નાખવામાં આવ્યું છે. જે મુજબ સેન્ટ્રલઝોન કચેરી ખાતે આ ઝોનની હોસ્પિટલો અથવા ક્લિનીકમાં જે બાળકનો જન્મ થયો હોય તેનો જન્મનો દાખલો સેન્ટ્રલઝોનમાં જ નિકળી શકે છે આ રીતે સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ એમ ત્રણ ઝોનમાં જન્મ-મરણના દાખલા કાઢવાનીકામગીરી શરૂ ચાલુ છે છતાં ઝોનલ કચેરીથી દૂર રહેતા લોકોને જન્મ-મરણના દાખલા માટે મુશ્લેકીઓ પડતી હોય થોડા સમય પહેલા દરેક વોર્ડ ઓફિસે જન્મ મરણના દાખલા મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ હતી. પરંતુ મહાનગરાપલિકાના અન્ય પ્રોજેક્ટની માફક વોર્ડવાઈઝ વોર્ડ ઓફિસ ખાતેથી જન્મના દાખલા નિકળી શકે તેવી જાહેરાતો હાલ તો સુરસુરિયુ થઈ ગયું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsserver down
Advertisement
Next Article
Advertisement