સર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્
રાજકોટની જૂની કલેકટર કચેરી ખાતે ઝોન કચેરીનો બે દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાંe-kyc માટે લાંબી લાઈનો જોવા મળી હતી. અને એક કલાકમાં જ બારી બંધ કરી દેતા હોવાનો આક્ષેપો પણ લાગ્યા હતા. સાથે જ એજન્ટો 600 રૂૂપિયા લઈને તાત્કાલિક e-kyc કામગીરી પૂર્ણ કરી આપે છે. સહિતના આક્ષેપો બાદ કલેક્ટર દ્વારા તપાસના આદેશો પણ આપવામાં આવ્યા હતા. પરંતુ આજે એક બાજુ પુરવઠા વિભાગનો સર્વર ડાઉન અને બીજી બાજુ આજે વીજળી ગુલ થઈ જતા e-kyc સહિતની બધી જ કામગીરી ઠપ થઈ ગઈ હતી. તેમજ એજન્ટ નારાજ કારણે સામાન્ય લોકો પણ ભારે રોજ જોવા મળ્યો હતો. ઝોન કચેરીમાં વીજળી ગુલ થઈ જતા તાત્કાલિક e-kyc કામગીરી પૂર્વ મામલતદારમાં શરૂૂ કરવામાં આવી હતી.
અરજદારો મીડિયા સમક્ષ રડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે અમે છેલ્લા એક અઠવાડિયા નોકરીમાં રજા રાખી ધક્કા ખાઈ રહ્યા છે. છતાં પણ અમારું કામ થતું નથી આજે સવારે કચેરી આવ્યા ત્યાં વીજળી ના હોવાનું જણાવવામાં આવ્યું છે અને સાંજે 4:00 વાગ્યે આવવાનું કહ્યું છે ત્યારે અમે આખો દિવસ ધંધા રોજગાર બંધ રાખી અને કચેરી ખાતે આવ્યા છે. અમારી પાસે રોજ રોજ 100 રૂૂપિયાથી રીક્ષા ભડાવવાના રૂૂપિયા પણ નથી.અધિકારીઓને માત્ર રૂૂપિયામાં જ રસ છે. હમણાં એજન્ટ મારફત 600 આપ્યા તો અમારું કામ સાંજ સુધીમાં થઈ જાય છે. પરંતુ અમારી પાસે આપવાના રૂૂપિયા નથી અમારી મજબૂરી છે. અરજદારો રડી પડ્યા હતા. પોતાની વ્યથા ઠાલવી હતી. ઝોન કચેરીના નાયક મામલતદાર અરવિંદ રૈયાણી જણાવ્યું હતું કે એક અઠવાડિયાથી સર્વર ડાઉન છે. અને તેમની જાણ અમે સરકારને પણ કરી છે. આજે વીજળી ન આવવાના કારણે e-kyc સહિતની કામગીરી ખોરવાય છે સર્વર ધીમી ચાલી રહી છે. અમે પુરવઠા વિભાગને ઘણો સમય પહેલા રજૂઆત કરી દીધી છે.અને આજથી અરજદારોને 150 જેટલા ટોકનો આપવાની શરૂૂઆત કરી દીધી છે.
કલેકટરે તપાસના આદેશ આપ્યા
શનિવારના રોજ પણ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં લોકોએ રોજ અને જણાવ્યું હતું કે કચેરીમાં એજન્ટો રાજ છે એને જે લોકો 600 રૂૂપિયા આપે છે. તેમનું કામ તાત્કાલિક થઈ જાય છે. એક કલાકમાં જ બારી બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ કલેક્ટર પ્રભાવ જોશી દ્વારા વિડિયો વાયરલ અંગે પુરવઠા અધિકારીને તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. ને તાત્કાલિક રિપોર્ટ ચોપવા સૂચના પણ આપવામાં આવી હતી.અને ઉચ્ચ અધિકારીને ફરજિયાત દિવસમાં એકવાર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી.