For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ માસુમ બાળકીને બચકા ભરી લેતા ગંભીર

11:24 AM Jun 17, 2025 IST | Bhumika
મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ માસુમ બાળકીને બચકા ભરી લેતા ગંભીર

મોરબીના જોધપર નદી ગામે રહેતા પરિવારની બાળકી પોતાના ઘર પાસે રમતી હતી દરમિયાન બપોરના સમયે રસ્તે રજડતા કૂતરાએ તે બાળકીને બચકા ભરી લીધા હતા જેથી તે બાળકીને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બાળકીને રાજકોટ ખસેડવામાં આવી છેમોરબી શહેર, તાલુકા અને જિલ્લામાં રસ્તે રજડતા કુતરાનો ત્રાસ દિવસે દિવસ વધી રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવે છે અને લોકોને કુતરા બચકા ભરી લેતા લોકોના લોકોને તાત્કાલિક સારવાર માટે લઈ જવા પડે છે થોડા સમય પહેલા મોરબીના લખધીરવાસ ચોક વિસ્તારમાં રસ્તે રજાડતાં કૂતરાએ એકી સાથે આઠથી દસ જેટલા લોકોને બચકા ભરી લીધા હતા. દરમિયાન હાલમાં મોરબી તાલુકાના જોધપર નદી ગામે આવી જ ઘટના બની છે જેમાં રવાપર નદી ગામે રહેતા રામજીભાઈ ઝીંઝવાડીયાની સાડા ચાર વર્ષની દીકરી રોશનીબેન ઘર પાસે રમતી હતી દરમ્યાન બપોરના સમયે રસ્તે રજડતા કૂતરાએ તે બાળકીને બચકા ભરી લીધા હતા જેથી કરીને બાળકી બુમાબૂમ કરવા લાગી હતી અને ત્યારબાદ બાળકીના પિતા સહિતના પરિવારજનો બહાર શેરીમાં આવ્યા હતા જેથી કૂતરું ત્યાંથી ભાગી ગયું હતુ જો કે, કુતરાએ બાળકીને મોઢા, માથા અને ગાલના ભાગે બચકા ભરી લીધા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે બાળકીને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે. અને રસ્તે રજડતા કુતરાના આતંકમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે તો આગામી સમય જ બતાવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement