For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં: 1250 કિલો અખાદ્ય ચોકલેટ ઝડપાઈ

05:17 PM Feb 15, 2024 IST | Bhumika
બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં  1250 કિલો અખાદ્ય ચોકલેટ ઝડપાઈ

મનપાના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે રામનાથપરામાં આવેલ એક પેઢઈમાં તપાસ હાથ ધરતા એક્સપાયરીડેટ સહિતની વિગતો ન હોય તેવી ચાઈના બ્રાન્ડ અખાદ્યચોકલેટનો 1250 કિલો જથ્થો ઝડપી તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ અલગ અલગ પાંચ સ્થળેથી બટર, ફ્રુટ કેન્ડી સહિતના સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા. ફુડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રામનાથપરા -1, લક્ષ્મી મેન્શન, રાજકોટ મુકામે આવેલ મયુરભાઈ મુરલીધરભાઈ ચંદનાણીની પેઢી લક્ષ્મી સ્ટોર્સ ની સ્થળ પાસ કરવામાં આવેલ. સદરહુ પેઢીમાં વિવિધ પ્રકારની પેક્ડ ક્ધફેક્શનરી પ્રોડકટ્સ, બેકરી પ્રોડકટ્સ, મુખવાસ, સ્વીટ, નમકીન, વગેરે ખાદ્યચીજોનો સંગ્રહ કરી છૂટક તથા જથ્થાબંધ વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ. તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ અલગ અલગ પ્રકારના ક્ધફેક્શનરી પ્રોડકટ્સ, બેકરી પ્રોડકટ્સ, મુખવાસ, સ્વીટ, નમકીન, વગેરેના પેકિંગ તપાસતા તેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ઉત્પાદન -એકપાયરી ડેટ કે ઉત્પાદક અંગેની કોઈપણ વિગતો છાપેલ ન હોવાનું માલૂમ પડેલ સદરહુ પેઢીમાં પડતર તેમજ ઉત્પાદન અંગેની કોઈ પણ વિગત દર્શાવ્યા વગરના ક્ધફેક્શનરી પ્રોડકટ્સ, બેકરી પ્રોડકટ્સ, ચોકલેટસ, મુખવાસ, વગેરેનો તેમજ ઇમ્પોર્ટરની વિગતો દર્શાવ્યા વગરની વિદેશી-મેડ ઇન ચાઈના બનાવટની ક્ધફેક્શનરી પ્રોડકટ્સ વગેરેનો કુલ અંદાજીત 1250 કિ.ગ્રા. જથ્થો નાશ કરવા યોગ્ય હોય જે ફૂડ બિઝનેશ ઓપરેટર સ્વીકારેલ. જે સમગ્ર અખાધ્ય જથ્થો ફરી બજારમાં વેચાણ ન થાય તેથી ચોકલેટનો નાશ કરાવમાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement