For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રોલ નજીક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત: 9 મુસાફરોને સામાન્ય ઇજા

05:18 PM Oct 11, 2025 IST | Bhumika
ધ્રોલ નજીક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત  9 મુસાફરોને સામાન્ય ઇજા

જામનગર રોડ પર ધ્રોલ નજીક આજે સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર થયો કે બસમાં સવાર મુસાફરોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ખાનગી બસ જામનગર તરફથી ધ્રોલ આવી રહી હતી ત્યારે અચાનક એક બાઈક ચાલક રસ્તો ક્રોસ કરતો હોઈ ત્યારે બસ ચાલકે કાબુ ગુમાવ્યો અને બસ ટ્રકના પાછળના ભાગે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર આશરે 9 મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી.

Advertisement

ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધ્રોલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ધ્રોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત બાદ થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement