સંવેદનશીલ તંત્ર! ખેડૂતો એક રૂપિયો પણ મૂકે નહીં, એક રૂપરડીની વસૂલાત માટે પાંચના ચાંદલાવાળી નોટિસ
PGVCLએ સાત વર્ષ પહેલાં રદ કનેકશનના બાકી 1 રૂા.ની વસૂલાત માટે કોર્ટ દ્વારા નોટિસ મોકલી
અમરેલીના કુંકાવાવમાંથી એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. અહીં માત્ર 1 રૂૂપિયાની ભરપાઈ કરવા માટે ખેડૂતને કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. કુંકાવાવના ખેડૂતોનો માત્ર એક રૂૂપિયો બાકી હોવાથી PGVCL દ્વારા 1 રૂૂપિયો વસૂલવા માટે કોર્ટ થકી નોટિસ મોકલવામાં આવી છે. જ્યારે ચોંકાવનારી વાત એ છે કે PGVCL દ્વારા માત્ર 1 રૂપિયો વસૂલવા માટે 5 રૂૂપિયાની ટિકિટ લગાવીને ખેડૂતને ટપાલ મોકલવામાં આવી હતી.
અમરેલીના કુંકાવાવમાં રહેતા અને ખેતીકામ કરતા હરેશ સોરઠિયા નામના ખેડૂતને કોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. 7 વર્ષ પહેલાં ખેતરમાંથી કનેક્શન રદ કરવામાં આવ્યું હતું. જો કે, હરેશભાઈને માત્ર 1 રૂૂપિયો બાકી રહેતા હવે તેની વસૂલાત માટે PGVCL દ્વારા કોર્ટની નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ મોકલવા માટે PGVCL દ્વારા 5 રૂૂપિયાની ટિકિટ લગાવીને ટપાલ મોકલવામાં આવી છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હકની વાતો કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ નિર્દયી PGVCL માત્ર 1 રૂપિયા માટે ખેડૂતને કોર્ટમાં લઈ ગયું છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને પ્રાધાન્ય આપી તેમના હિત અને સર્વાંગી વિકાસ માટે અનેક મહત્ત્વપૂર્ણ યોજનાઓ લાગૂ કરવામાં આવે છે. પરંતુ, બીજી તરફ અમરેલીના એક ખેડૂતને માત્ર એક રૂૂપિયો બાકી રહેતા નિર્દયી PGVCL દ્વારા 1 રૂૂપિયાની વસૂલાત માટે કોર્ટની નોટિસ મોકલી છે. જો કે, આ નોટિસ મોકલવા માટે PGVCL દ્વારા રૂૂ. 5ની ટિકિટ લગાવીને ટપાલ મોકલવામાં આવી છે.