સેન્સેકસ-નીફટી-સોનું ઓલટાઇમ હાઇ, ક્રિપ્ટો કરન્સીમાં કડાકા
ત્રીજા કવાર્ટરના GDPના આંકડાએ શેરબજારમાં ભારે તેજી; ચાંદી 1,82,000 પ્રતિ કિલોના નવા સ્તરે
એક મહિનામાં બિટકોઇનમાં 20 ટકાનો ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ફફડાટ
ડિસેમ્બરની શરૂઆતના પ્રથમ દિવસે ક્રિપ્ટો માર્કેટ ક્રેસ થઇ ગઇ છે આજે સપ્તાહના પ્રથમ દિવસે ક્રિપ્ટો કરન્સી બિટકોઇનની ભારે વેચવાલીને કારણે માર્કેટમા મોટા કડાકા ભડાકા જોવા મળ્યા છે . નવેમ્બર મહીનામા બિટકોઇનમા 21 ટકાનો ઘટાડો નોંધાયા બાદ ડિસેમ્બરના પ્રથમ દિવસે એશિયન માર્કેટોમા બિટકોઇન ગણતરીનાં કલાકોમા 4.3 ટકા ઘટી જતા 88000 ડોલરની નીચે આવી ગયો છે.
છેલ્લા ર4 કલાકમા ક્રિપ્ટો માર્કેટની બજારમા જે કડાકા ભડાકા નોંધાયા છે તેને કારણે રોકાણકારોમા ભારે ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે . છેલ્લા 30 દિવસમા બિટકોઇન માર્કેટ 19.85 ટકા ઘટી છે અને આ ઘટાડો હજુ વધુ તેજ બનતા ચિંતાઓ વધી છે.
આ ઘટાડાનુ મુખ્ય કારણમા બેંક ઓફ જાપાને વ્યાજ દર વધારવાની આશંકા દર્શાવી છે તેને પણ માનવામા આવે છે . જાપાની બોન્ડ યીલ્ડ 15 વર્ષના ઉચ્ચ સ્થાને પહોંચ્યો છે . જેને કારણે એશિયન માર્કેટમા બિટકોઇનનુ ધોવાણ થયુ છે. છેલ્લા 24 કલાકમા જ 19 મિલીયન ડોલર બિટકોઇનની પોઝીશન લીકવીડેઇટ થઇ છે.
આજે બિટકોઇનમા 4.63 ટકાનાં ઘટાડાને કારણે બિટકોઇનનો ભાવ 86440 ડોલર પર કારોબા
ર કરી રહયો હતો એટલે કે કુલ માર્કેટ કેપનાં 1.72 ટ્રીલીયન ડોલર સુધી છે. કોઇન માર્કેટ કેપ વિશ્ર્લેષણ મુજબ 90954 નાં મહત્વપુર્ણ સપોર્ટ સ્તરને તોડી નાખ્યો છે . જેને કારણે વેચાણ વધુ તીવ્ર બન્યો છે અને 87000 નાં સ્તર પર પહોંચ્યુ છે. નિષ્ણાંતો એ જોવા પર નજર રાખી રહયા છે શું લીકવીડેશન વિશ્ર્વની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સીને ઓકટોબરનાં સૌથી નીચા સ્તર તરફ ધકેલી દેશે.
બીજી તરફ ભારતીય શેરબજારમા આખલો તોફાની બન્યો છે આજે ફરી એક વખત સેન્સેકસ અને નીફટી ઓલ ટાઇમ હાઇ જોવા મળ્યા હતા તો બીજી બાજુ સોના-ચાંદીમા પણ જોરદાર તેજી જોવા મળી છે . એમસીએકસમા પણ સોના અને ચાંદીનો ભાવ આજે ફરી એક વખત ઓલ ટાઇમ હાઇ થયો છે. એમસીએકસમા આજે સોનુ પ્રતિ 10 ગ્રામે 127900 જોવા મળ્યુ છે . જયારે ચાંદી પ્રતિ એક કિલોએ 175200 જોવા મળી છે. એટલે કે આજે સોનામા 1200 રૂપીયા અને ચાંદીમા 3200 રૂપીયાનો વધારો નોંધાયો છે . રાજકોટની બજારની વાત કરીએ તો સોનાનો ભાવ 132895 અને સીલ્વર 182600 જોવા મળી રહયો છે.
શેરબજારમા પણ આજે જોરદાર તેજીનાં પગલે સેન્સેકસ શરુઆતનાં તબકકામા 86 હજારની સપાટી ક્રોસ કરી હતી . એક સમયે સેન્સેકસ 86160 સુધી પહોંચ્યો હતો . જયારે નીફટીમા 26325 ની સપાટીએ જોવા મળી હતી ઉપરાંત ઇતિહાસમા પહેલી વખત બેંક નીફટી 60 હજારને પાર પહોંચી છે. મીડ કેપ નીફટી 61200 જોવા મળી છે આજે તમામ બેંકીગ શેરો, ઓટો શેર અને મેટલનાં શેરોમા ખરીદી જોવા મળી હતી. જીડીપીનાં આકડા પ્રભાવશાળી આવતા ભારતીય શેર બજારમા તેજીનો માહોલ જોવા મળી રહયો છે.