સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટરની જોહુકમી: જુનિયર તબીબોને મુક્ત ન કરાતા હોવાનો આક્ષેપ
કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ 3 મહિના માટે જ રેસિડેન્ટ તબીબોની નિમણૂક બાદ મુક્ત કરાવાના નિયમનું ઉલ્લંઘન
શહેરની સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસીડેન્ટ ડોક્ટરોની જોહુકમી બહાર આવી છે. જાગૃત તબીબોના આક્ષેપ મુજબ સરકારી પરિપત્ર મુજબના પીડીયુ મેડિકલ કોલેજના ડીનના આદેશનો ઉલાળિયો થઈ રહ્યો છે. આ અંગે તાકિદે સરકારી નિયમો અને આદેશોનું પાલન કરવામાં આવે તેવી માંગણી થઈ છે.જાગૃત રેસિડેન્ટ તબીબી વર્તુળોમાંથી વિગતો મળી હતી કે કેન્દ્ર સરાકર દ્વારા બે વર્ષ પહેલા ડિસ્ટ્રીક રેસિડેન્સી પ્રોગ્રામ અંતર્ગત જિલ્લાની અન્ય હોસ્પિટલમાં 3 મહિના માટે સેવા આપવા જવાની એક યોજના અમલી બનાવાઈ છે.
આવી યોજનાના અમલીકરણ માટે સિવિલ હોસ્પિટલના લાગતા વળગતા સતાધિશો દ્વારા આદેશો આપી દેવાયા છે. એટલે સરકારી યોજનાના નિયમોમાં સમાવિષ્ટ થતાં જુનિયર રેસિડેન્ટ તબીબો કે જેઓએ ત્રણ મહિના પૂર્ણ કર્યા છે તેવા રેસિડેન્ટ તબીબોને સિવિલમાંથી ત્રણ મહિના માટે ફરજ મુક્ત તુટી જિલ્લાની અન્ય હોસ્પિટલમાં મોકલવા જોઈએ.પણ સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા રીતસરની જોહુકમી આચરીને જુનિયર રેસિડેન્ટ ડોકટરોને યેનકેન પ્રકારે સિવિલમાં રહેવા મજબુર કરવામાં આવતા હોવાના આક્ષેપની તપાસ નથી જરૂરી છે.
ત્યારે પી.ડી.યુ. મેડીકલ કોલેજના ડીન દ્વારા પણ ડીઆરપી અંતર્ગત પોષ્ટીંગ થયેલા રેસિડેન્ટ ડોક્ટર્સને છુટા કરવાના આદેશનું યેનકેન પ્રકારે કોના દ્વારા ઉલંઘન થાય છે? તે વાત પણ તપાસી, કસુરવારો સામે શિક્ષામિક પગલા ભરવામાં આવેતેવી જુનિયર રેસીડેન્ટ ડોક્ટરોમાં માંગ ઉઠી છે.