સિહોર નાયબ કલેક્ટર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
ભાવનગરના સિહોરની નાયબ કલેક્ટર કચેરીમાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ફરિયાદીની જમીનમાં વારસાઇ નામોની નોંધ કરાવવા માટે રૂૂા. 32 હજારની લાંચ લેતા એ.સી.બી. દ્વારા છટકુ ગોઠવી આઉટ સોર્સના કર્મચારીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વલભીપુરના તોતણીયાળા ગામે રહેતા એક યુવકના કુટુંબી કાકાના અવસાન બાદ તેમના નામે રહેલી સંયુક્ત જમીનમાં સીધી લીટીના વારસદાર તરીકે ફરિયાદીના કાકી અને તેઓના બાળકોના નામ વારસાઇ નોંધ કરવાવા માટે ફરિયાદીના કાકીએ વલભીપુર મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી.જે નામમાં વિસંગતતાને લઇ અરજી નામંજુર થયેલ જે બાબતે નાયબ કલેક્ટર કચેરી સિહોર ખાતે તેની અપીલ પણ કરવામાં આવી હોય. જે અપીલના ઓર્ડમાં સહી થઇ ગયેલ હોય છતાં ઓર્ડરના નકલની બજવણી કરવા અને વારસાઇ નોંધ દફતરે કરાવવા માટે થઇ નાયબ કલેક્ટર સિહોર ખાતે ફરજ બજાવતો આઉટ સોર્સનો કર્મચારી રસીકભાઇ ઘનશ્યામભાઇ રાઠોડએ ફરિયાદી પાસે રૂૂા. 32,000ની લાંચ માંગેલ હતી.
જે લાંચ ફરિયાદી આપવા ન માંગતા એ.સી.બી. પોલીસનો સંપર્ક કરતા એ.સી.બી. ફિલ્ડ -1 અમદાવાદના પી.આઇ. એ.કે. ચૌહાણ તેમજ તેમની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવતા રસીક ઘનશ્યામભાઇ રાઠોડે રૂૂા. 32000ની લાંચ સ્વિકારતા રંગેહાથે ઝડપી લઇ કાર્યવાહી શરૂૂ કરી હતી. જો કે, આ મામલે એસીબીના હાથે લાગેલા રસીક ઘનશ્યામભાઇ રાઠોડે આ લાંચ સિહોર મામલતદાર વતી લીધી હોવાનો આક્ષેપ કરતા પોલીસે તે દિશામાં પણ તપાસ આરંભી હોવાનું એ.સી.બી.ના અધિકારીએ જણાવ્યું હતું.