કાર્યકરોનો ઉત્સાહ જોઇ નવનિયુકત પ્રદેશ પ્રમુખ કાર છોડીને બાઇક પર બેસી ગયા
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કાર્યભાર સંભાળતાની સાથે જ સમગ્ર રાજ્યમાં તેઓના અભિવાદન કાર્યક્રમ યોજાવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકરતાઓનો ઉત્સાહ જોઈ પ્રદેશ પ્રમુખ કારમાંથી ઉતરી ગયા અને બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મીની બાઇક પર બેસી કાર્યકરતાઓ સાથે રેલીમાં જોડાયા હતા.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો વડોદરાના કારેલીબાગ સ્થિત અંબાલાલ પાર્ક ખાતે શહેર-જિલ્લાના કાર્યકરો દ્વારા અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાઇક રેલીમાં કાર્યકરો જોડાયા હતા.દરમિયાન પોણા છ વાગ્યાની આસપાસ વડોદરા એરપોર્ટ પર તેઓની ફ્લાઇટ પહોંચી હતી પ્રોટોકોલ મૂજબ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક જ કારમાં સાથે એરપોર્ટથી બહાર નિકળ્યા હતા.
જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓની કાર આગળ વધતા બાઇક રેલીમાં જોડાયેલા યુવા કાર્યકરોનો ઉત્સાહ જોઇ એરપોર્ટ સર્કલ પાસે જગદીશ વિશ્વકર્માએ કાર રોકાવી બહાર નિકળ્યા અને બંદોબસ્તામાં હાજર પોલીસ કર્મીની બાઇક પર બેસી તેઓ કાર્યકરતાઓ સાથે રેલીમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખને બાઇક પર જોઇ રેલીમાં હાજર કાર્યકરોના ઉત્સાહમાં ભારે વધારો થયો હતો.