રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધ્રોલમાં ચૂંટણી અંતર્ગત એસ.પી.ની આગેવાનીમાં પોલીસ દ્વારા સુરક્ષા સમીક્ષા

12:45 PM Feb 12, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જામનગર જિલ્લાની ધ્રોળ નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, અને મતદારો નિર્ભિકપણે મતદાન કરી શકે, તે માટે પોલીસ વિભાગ દ્વારા તમામ ચાંપતા પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

Advertisement

જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ ની ઉપસ્થિતિમાં સમગ્ર ધ્રોળ નગરપાલિકા હેઠળના ધ્રોળ પોલીસ સ્ટેશન, તેમજ જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેમાં પંચકોષી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના સમગ્ર વિસ્તારમાં માં ચૂંટણી ફરજ ની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેના અનુસંધાને ધ્રોળ નગરપાલિકાની ચૂંટણી અંગે જે બિલ્ડીંગોમાં મતદાન થનાર છે, તે મતદાન ના સેન્સેટીવ બુથ વાળા બિલ્ડીંગની જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા વિઝીટ કરવામાં આવી હતી.

આ વેળાએ તેઓની સાથે જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા, પ્રો. આઈ.પી.એસ. અક્ષેસ એન્જીનીયર. , એલસીબીના પી.આઇ. વી. એમ. લગારીયા, ઉપરાંત એલસીબીના પીએસઆઇ પી. એન. મોરી તથા એલસીબી ના પોલીસ સ્ટાફ તેમજ ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.વી. રાઠોડ, પંચકોશી એ. ડિવિઝનના પીઆઇએનએમ શેખ તથા અન્ય પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જીઆરડી ના જવાનો જોડાયા હતા. વહીવટી તંત્ર તરફથી ધ્રોળના નાયબ કલેક્ટર સ્વપ્નિલ શીશીલ પણ જોડાવા હતા.

તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સેન્સેટિવ ગણાતા મતદાન મથકોનું બારીકાઈ થી નિરીક્ષણ કર્યું હતું, તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ એસ.પી. તથા અન્ય અધિકારીઓ દ્વારા જરૂૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ધ્રોળ નગરપાલિકા હેઠળના વિસ્તારમાં અને પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની આગેવાનીમાં વિશાળ પોલીસ કાફલા સાથે ધ્રોળ ટાઉનના મુખ્ય વિસ્તારોમાં માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી, અને મતદારોને સંપૂર્ણપણે સુરક્ષાનો સંદેશો પાઠવ્યો હતો.

Tags :
DhrolDhrol newsElectiongujaratgujarat news
Advertisement
Advertisement