For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂથવાદનો ફૂંફાડો: મેયરના સાઉથ કોરિયાના પ્રવાસની દરખાસ્ત પ્રગટી

05:24 PM Mar 28, 2025 IST | Bhumika
જૂથવાદનો ફૂંફાડો  મેયરના સાઉથ કોરિયાના પ્રવાસની દરખાસ્ત પ્રગટી

મનપાના ઈતિહાસનો પ્રથમ બનાવ, અત્યાર સુધી કમિશનર પાસેથી મંજૂરી મેળવી સરકારને જાણ કરાતી હતી

Advertisement

મહાનગરપાલિકાના શાસકપક્ષ ભાજપમાં ઘણા સમયથી જૂથવાદ બહાર દેખાઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને એક ચોક્કસ જુથ દ્વારા મેયરને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હોય તેવી ચર્ચા જાગી છે. અગાઉ અનેક મુદ્દે મેયરને ભીડવવાનો પ્રયાસ કરવામાં આવેલ અને હવે આગામી સપ્તાહે સાઉથ કોરિયાના પ્રવાસે જનાર મેયરને પદાધિકારીઓ એટલે કે સ્ટેન્ડીંગ પાસેથી મંજુરી લેવી પડે તેવો નવો નિયમ અમલમાં મુકી ફરી એક વખત નવો દાવ ખેલવામાં આવ્યો હોય તેવુ ચર્ચાઈ રહ્યું છે. આગામી દિવસોમાં એવોર્ડ લેવા માટે મેયર સાઉથકોરિયાના પ્રવાસે જવાના છે. જેની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત રજૂ થઈ છે. અત્યાર સુધી મેયરના પ્રવાસ કમિશનર પાસે મંજુરી મેળવી સરકારને જાણ કરવામાં આવતી હતી પરંતુ પ્રયાગરાજ પ્રકરણ બાદ સરકાર દ્વારા પ્રવાસ અંગે સંકલન કરવાની સુચના અપાતા આ સુચનાને મારી મચકોડીને દરખાસ્તનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું હોવાની ભારે ચર્ચા જાગી છે.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાએ સાતત્ય પૂર્ણ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇકલી(સાઉથ એશિયા) (ICLEI South Asia) સાથે સંદર્ભ-1ની વિગતે ભાગીદારી કરાર (MOU) કરેલ છે. રાજકોટ મહાનગર પાલિકા અને ઈકલી સાઉથ એશિયા (ICLEI South Asia) દ્વારા સતત ક્રિટીકલ અર્બન સેક્ટર્સ જેવા કે, પર્યાવરણ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એર ક્વોલિટી, વોટરસપ્લાય તથા ડ્રેનેજ મેનેજમેન્ટ માટે નેટ ઝીરો ટાર્ગેટ પર કામ કરવામાં આવી રહેલ છે. CapaCITIES પ્રોજેકટ થકી રાજકોટ શહેર માટે ક્લાઈમેટ રેસિલિયન્સની દિશામાં જુદા જુદા પગલાં લેવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેર માટે ક્લાઇમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન બનાવેલ છે.

ઈકલી (સાઉથ એશિયા)નું ધ્યેય સંચિત સ્થાનિક ક્રિયાઓ દ્વારા પર્યાવરણીય પરિસ્થિતિઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક સ્થિરતામાં મૂર્ત સુધારાઓ હાંસલ કરવા માટે સ્થાનિક સરકારોની વિશ્વવ્યાપી ચળવળનું નિર્માણ અને સેવા આપવાનું છે. ઇકલી (સાઉથ એશિયા) દ્વારા આ કામગીરી માટે ઇકલી સાઉથ એશિયા રિજિયોનલ એક્ઝીક્યુટીવ કમિટી 2024-27 માટે યોજાયેલ ચૂંટણીમાં સભ્ય તરીકે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા ચૂંટાયેલ છે.

ઈકલી(સાઉથ એશિયા) દ્વારા પેરિસ કરાર હેઠળ વર્ષ 2025ના અંત સુધીમાં વિશ્વના દેશો ગ્રીનહાઉસ ગેસ ઘટાડવાના લક્ષ્યોને હાંસલ કરે, વૈશ્વિક આબોહવા લક્ષ્યો હાંસલ કરવામાં મુખ્ય પ્રતિનિધિઓ તરીકે સ્થાનિક સરકારોની ભૂમિકા અને જવાબદારી વિશે જાગૃતિ વધારવા અને સ્થાનિક તથા પ્રાદેશિક આબોહવા ક્રિયાઓના અમલીકરણને પ્રોત્સાહન આપવાના ભાગરૂૂપે વર્લ્ડ લોકલ ગવર્મેન્ટ ક્લાઈમેન્ટ સમિટનું તા.13/04/2025 થી તા.17/04/2025 દરમ્યાન ગોયાંગ સ્પેશીયલ સિટી, ગ્યોન્ગી પ્રાંત, રિપબ્લીક ઓફ સાઉથ કોરિયા ખાતે આયોજન કરેલ છે. જેમાં વિઝન ડિક્લેરેશન જેવી પ્રાદેશિક આબોહવાની ક્રિયાઓનું નેતૃત્વ કરનાર ગ્યોન્ગી પ્રાંત, ઈંઈકઊઈં-સ્થાનિક સરકારો સાથે ભાગીદારી કરી રહ્યું છે, જે વિશ્વભરમાં 2,500થી વધુ સ્થાનિક સરકારો સાથે કાર્બન-તટસ્થ શહેરોમાં પ્રાદેશિક આબોહવાની ક્રિયાઓને ફેલાવવાનું નેતૃત્વ કરી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement