For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંબાજી મંદિરમાં બે ભકતો દ્વારા 1.21 કરોડના સોનાનું ગુપ્ત દાન

01:43 PM Nov 25, 2024 IST | Bhumika
અંબાજી મંદિરમાં બે ભકતો દ્વારા 1 21 કરોડના સોનાનું ગુપ્ત દાન
Advertisement

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે. કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે ભેટ પણ ધરતા હોય છે. ત્યારે ત્યારે બે અલગ અલગ ભકતોએ અંબાજી મંદિરમાં 1.520 કિલો સોનાનું ગુપ્ત દાન આપ્યું છે. જેની કિંમત અંદાજે 1.21 કરોડ રૂૂપિયાથી વધુની છે.

અંબાજીના અધિક કલેકટર કૌશિક મોદીએ જણાવ્યું કે, બે અલગ-અલગ ભક્તો દ્વારા 1.520 ગ્રામ સોનુ ભેટ સ્વરૂૂપે અર્પણ કર્યું છે. એક ભક્ત દ્વારા 1 કિલો અને બીજા માઈભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની ભેટ માતાના ચરણોમાં અર્પણ કરાઈ છે. દાનમાં મળેલા આ સોનાનો સુવર્ણ શિખર માટે ઉપયોગ કરાશે. સુવર્ણ દાન કરનાર બંને દાતાઓએ પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે. ભારતભરમાં યાત્રાઘામ તરીકે જાણીતુ એવું શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાના દાતા તાલુકામાં આવેલું છે, જે એક પ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તિો માતાના દર્શને રોજબરોજ આવતા હોય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement