વિસાવદર પેટા ચૂંટણી માટે પારદર્શક રીતે બેલેટ, કંટ્રોલ યુનિટનું બીજુ રેન્ડિમાઇઝેશન કરાયું
બેલેટ તથા કંટ્રોલ યુનિટ અને VVPAT કયા મતદાન મથક પર જશે તે નિર્ધારિત થયું
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે જનરલ ઓબ્ઝર્વર હીરાલાલ, પ્રાંત અને ચૂંટણી અધિકારી સી.પી. હિરવાણીયા અને હરીફ ઉમેદવારોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે બેલેટ તથા કંટ્રોલ યુનિટ (ઇવીએમ) અને ટટઙઅઝ-વોટર વેરીફાઇડ પેપર ઓડિટ ટ્રેઈલનું બીજું રેન્ડેમાઈઝેશન પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું.
વિસાવદર પ્રાંત ઓફિસ ખાતે થયેલા આ બીજા રેન્ડેમાઈઝેશન દ્વારા કયું બેલેટ તથા કંટ્રોલ યુનિટ (ઇવીએમ) અને VVPAT - વોટર વેરીફાઇડ પેપર ઓડિટ ટ્રેઈલ કયા મતદાન મથક પર જશે તે નિર્ધારિત થયું હતું. આ ફાળવણીની પ્રક્રિયા માનવીય હસ્તક્ષેપ વગર સોફ્ટવેરના માધ્યમથી પારદર્શક રીતે પૂર્ણ થઈ હતી.
આ બીયુ તથા સીયુ અને VVPAT - વોટર વેરીફાઇડ પેપર ઓડિટ ટ્રેઈલને ચૂંટણી પ્રક્રિયા માટે સજ્જ કરવા તા.13 જૂનથી હરીફ ઉમેદવારોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.
એક બેલેટ યુનિટમાં 16 (NOTA સહિત) ઉમેદવારોનો સમાવેશ થઈ શકે છે, જ્યારે 16 (NOTA સહિત) કરતાં વધુ ઉમેદવારો લોકસભા કે વિધાનસભાની ચૂંટણી માટે નોંધાય ત્યારે એક વધારે બેલેટ યુનિટ ઉમેરવું પડે છે. આમ, વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે 16 જેટલા ઉમેદવારો નોંધાતા એક વધારાનું બેલેટ યુનિટ ઉમેરવામાં આવશે. આ માટે સપ્લીમેન્ટરી રેન્ડમાઇઝેશન દ્વારા વધારાના બેલેટ યુનિટ પણ ફાળવવામાં આવ્યા હતા.