For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટા પાલિકા ગૌશાળા પાસેથી અઠવાડિયામાં બીજો દીપડો પાંજરે પુરાયો

11:25 AM Feb 05, 2025 IST | Bhumika
ઉપલેટા પાલિકા ગૌશાળા પાસેથી અઠવાડિયામાં બીજો દીપડો પાંજરે પુરાયો

Advertisement

ઉપલેટા પંથકમાં દીપડાઓ વસવાટ કરતા હોય છે ત્યારે દિપડો ખેડૂતો અને પશુપાલકોના પશુઓનું મારણ કરતો હોવાને લીધે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાવાના કારણે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી જેને લઈને ફોરેસ્ટ વિભાગ દ્વારા એક પાંજરું મુકવામાં આવ્યું હતું.

ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓ વસવાટ કરી રહ્યાં છે ત્યારે ખેડૂતોના અને પશુપાલકોના પશુઓના મારણ કરવાને લીધે ખેડૂતોમાં અને પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે અઠવાડિયા પહેલા ઉપલેટાના પાટણવાવ રોડ પર ભાદર નદીના કાંઠે આવેલ એનિમલ હોસ્ટેલમાં પણ 900 જેટલા નાના મોટા ગાય, વાછરડા અને ખૂંટ રાખવામાં આવ્યા છે ત્યારે દીપડો દિવાલ કૂદીને મારણ કરતો હોય ત્યારે એક દીપડો પકડાયો હતો પરંતુ એનિમલ હોસ્ટેલની બાજુમાં પાટણવાવ રોડ પણ ભાદર નદીના કાંઠે રહેતા પશુપાલકોના પશુઓનું પણ મારણ દીપડો અવારનવાર કરતો હોય છે.

Advertisement

ત્યારે અઠવાડિયા પહેલા ભીમાભાઈ ભારાઈ નામના રબારી પશુપાલકના પશુનું મારણ કરેલ હોય જેને લઈને ઉપલેટા ફોરેસ્ટ વિભાગને આ બનાવ અંગે જાણ કરાતા ફોરેસ્ટ વિભાગ દ્વારા એક પાંજરૂૂ મૂકવામાં આવ્યું હતું જેમાં એવી દીપડો પાંજરામાં મૂકેલ મારણ ખાવાં જતાં પકડાઈ ગયો હતો. પરંતુ અરે ગતરોજ ભાદરકાઠે આવેલ નસ્ત્રમનસુખભાઈની બાગસ્ત્રસ્ત્ર તરીકે ઓળખાતા કમલભાઈ મનસુખભાઈ દોશીના કેરીના ફાર્મ હાઉસમાં પોતાના પશુઓ સાથે રહેતા ધવલભાઈ મોરી નામના રબારી માલધારી દીપડાને જોઈ જતા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી જેને લઈને ફોરેસ્ટ વિભાગ દ્વારા એક પાંજરૂૂ મૂકવામાં આવ્યું હતું. જેમાં દીપડો પકડાઈ જતા પશુપાલકો અને ખેડૂતોમાં રાહતનો શ્વાસ લેવાયો હતો અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ત્વરિત પગલાં લઈ કામગીરી કરતા પશુપાલકો અને ખેડૂતોએ ફોરેસ્ટ વિભાગનો આભાર માન્યો હતો.

આ દિપડો માનવ ભક્ષી બને તે પહેલા તેને પકડવા માટે ફોરેસ્ટ વિભાગના રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્રભાઈ ચંદ્રવાડીયા, અન્ય કર્મચારીઓ દાહાભાઈ કટારા, નારણભાઈ પરમાર, રમેશભાઈ વાઘેલા અને પ્રવીણભાઈ બથવાર, ભુરાભાઈ જલુ સહિતનાઓએ દીપડાને પકડવા માટે જહેમત ઉઠાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement