For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની મસ્જિદો-મદ્રેસાઓમાં સર્ચ, વધુ છ બાંગ્લાદેશી પકડાયા

06:21 PM May 02, 2025 IST | Bhumika
રાજકોટની મસ્જિદો મદ્રેસાઓમાં સર્ચ  વધુ છ બાંગ્લાદેશી પકડાયા

શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર એસઓજીની વોચ

Advertisement

બાંગ્લાદેશી ઘૂષણખોરોને પકડવા પોલીસનું સપ્તાહથી સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધી 21ની ધરપકડ

રાજકોટ સહીત ગુજરાતમા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે છેલ્લા એક સપ્તાહથી શરૂ કરેલા સર્ચ ઓપરેશનમા રાજકોટ સહીત ગુજરાતમા ઘુષણખોરી કરનાર બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. બીજી તરફ હાલની સ્થિતીને ધ્યાને લઇ દેશની સુરક્ષા બાબતે સતર્ક બનેલી સુરક્ષા એજન્સીઓ દ્વારા એલર્ટ આપવામા આવતા હવે પોલીસ એકશન મોડમા આવી છે અને રાજકોટમા એસઓજી, ક્રાઇમ બ્રાંચ સહીતની પોલીસની ટીમોએ શહેરનાં અલગ અલગ મદ્રેસા અને મસ્જીદોમા તપાસ શરૂ કરી છે. બીજી તરફ શહેરભરનાં અલગ અલગ વિસ્તારોમા હાથ ધરેલા સર્ચ ઓપરેશનમા કેટલાક વિસ્તારોમાથી વધુ છ જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા છે. જેની ધરપકડ કરવામા આવી છે અને તેનાં દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામા આવી છે.

Advertisement

કાશ્મીરમા બનેલી આતંકવાદી હુમલાની ઘટના બાદ દેશની સુરક્ષાને લઇને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા આપેલી સુચનાને આધારે ગુજરાતભરમા ગેરકાયદેસર ઘુસેલા બાંગ્લાદેશીઓ સામે પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી મોટુ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ છે. અમદાવાદ, વડોદરા અને સુરત તેમજ રાજકોટમાથી ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે. ગુજરાતમા આશરે 1000 જેટલા બાંગ્લાદેશી ઘુષણખોરોને સકંજામા લઇ પોલીસે આ તમામની પુછપરછ શરુ કરી છે. રાજકોટમા સોની બજાર, રામનાથપરા, હાથીખાના, ભગવતીપરા સહીતનાં વિસ્તારોમા હાથ ધરેલા સર્ચ ઓપરેશનમા અગાઉ 1પ બાંગ્લાદેશી ઝડપાયા બાદ ગઇકાલ સાંજ સુધી પોલીસે હાથ ધરેલા આ સર્ચ ઓપરેશનમા વધુ છ બાંગ્લાદેશી પકડાય જતા અત્યાર સુધીમા કુલ ર1 બાંગ્લાદેશીને સકંજામા લેવામા આવ્યા છે.

દેશની સુરક્ષા માટે હાલની સ્થિતિને ધ્યાને લઇ પોલીસે જે ઓપરેશન શરૂ કર્યુ છે તેમા અમરેલીનાં ધારીમાથી પાકિસ્તાન અને અફઘાનીસ્તાન સાથે કનેકશન ધરાવતા મદ્રેસાનાં મોલાનાને ઝડપી લેવામા આવ્યો છે તો બીજી તરફ આ મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ની સુચનાથી એસઓજી, ક્રાઇમ બ્રાંચ તથા તમામ પોલીસ મથકની અલગ અલગ ટીમોએ પોતાનાં વિસ્તારમા આવેલ મસ્જીદો અને મદ્રેસાઓમા સર્ચ ઓપરેશન કર્યુ હતુ અને આ મામલે લઘુમતી સમાજનાં અગ્રણીઓ સાથે મીટીંગ યોજી મસ્જીદ કે મદ્રેસામા કોઇ શકમંદ બાંગ્લાદેશી કે અન્ય કોઇ શખ્સ આવે તો પોલીસને જાણ કરવા સુચના આપી હતી. શહેરનાં સંવેદનશીલ વિસ્તારોમા પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામા આવી રહી છે. અને ગઇકાલે પોલીસે મસ્જીદ અને મદ્રેસાઓમા સર્ચ કર્યુ હતુ જોકે કોઇ શંકાસ્પદ બાબત ધ્યાને આવી નથી.

કેન્દ્રીય સુરક્ષા એજન્સીની ટીમ દ્વારા બાંગ્લાદેશીઓની પૂછપરછ

રાજકોટમાથી અત્યાર સુધીમા કુલ ર1 જેટલા બાંગ્લાદેશીઓ પકડાયા છે જેમા કેટલીક મહીલાઓ પણ ઝડપાય છે. શહેરનાં મીલપરાનાં એક સ્પામા કામ કરતી બાંગ્લાદેશી મહીલાને પણ પોલીસે સકંજામા લીધી છે. શહેરમા એક સપ્તાહથી પોલીસે હાથ ધરેલા સર્ચમા ર1 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હોય જે તમામને એક સુરક્ષીત સ્થળે રાખવામા આવ્યા છે. આ બાંગ્લાદેશી ઘુષણખોરોની કેન્દ્રીય સુરક્ષા એજન્સીની અલગ અલગ ટીમ દ્વારા પુછપરછ કરવામા આવી રહી છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની પુછપરછ બાદ આ બાંગ્લાદેશી ઘુષણખોરોને પરત મોકલવા માટેની કાર્યવાહી કરવામા આવશે . કેન્દ્રીય સુરક્ષા એજન્સીની અલગ અલગ ટીમોએ હાથ ધરેલી પુછપરછ દરમ્યાન કેટલીક ચોકાવનારી માહીતી પણ મળી છે. જો કે આ મામલે દેશની સુરક્ષા બાબતને ધ્યાને લઇ હજુ સુધી કોઇ સતાવાર માહીતી જાહેર કરાઇ નથી .

Advertisement
Tags :
Advertisement
Advertisement