રૈયાનાકા રોડ પર એક સાથે 18 મિલકત સીલ
મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરો બાકી હોય તેવા કોમર્શીયલ મિલ્કત ધારકો વિરુદ્ધ રિકવરી ઝુંબેશ હાથ ધરી આજે રૈયાનાકા રોડ ઉપર અલગ અલગ માલિકની 18 મિલ્કતો સહિત કુલ 26 મિલ્કતો સીલ કરી 10 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 37.60 લાખની વેરાવસુલાત હાથ ધરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા મહિકા માર્ગ પર આવેલ 2-યુનિટને નોટીસ આપેલ, રૈયાનાક રોડ પર આવેલ 18-યુનિટને સીલ મારેલ, રૈયાનાકા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.78 લાખ, મવડી વિસ્તારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.78,680, 150 ફુટ રીંગ રોડ પર આવેલ જગદિશ ઓટો તિરુપતીના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.67 લાખ, ગોકુલનગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ, કોઠારીયા રોડ પર આવેલ 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.61,000, બોલબાલા રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.23 લાખ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.99.400, 80 ફુટ રીંગ રોડ પર આવેલ સ્વાતી પાર્કમાં1- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ84,640, કુલ 3,77,815 મિલ્કત ધારકોએ 327.49 કરોડ વેરો ભરેલ હતો.
આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ, સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા આસી.કમિશ્નરશ્રી સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.