પ્રોટેક્શન વોલ તુટતા ઘોઘામાં દરિયાના પાણી ઘૂસ્યા
01:31 PM May 30, 2025 IST | Bhumika
ભાવનગરના ઘોઘા ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા છે અને તેના કારણે ગામ સુધી પાણી ઘૂસી આવ્યા છે, પ્રોટેક્શન વોલ ઘણા સમયથી તૂટી જતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે, દરિયામાં ભરતીના કારણે પાણી ગામમાં ઘૂસ્યા છે અને ઘોઘા ગામમાં દરિયાના પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. તો સ્થાનિકોનો આક્ષેપ છે કે સરકારને પ્રોટેકશન વોલ બનાવવા માટે વારંવાર રજૂઆત કરી છે તેમ છત્તા તેનું નિરાકરણ આવતુ નથી, ઘોઘા ગામ એટલે 48 ગામડાનો માલિક છતાં ઘોઘા ગામની અંદર લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ઘોઘામાં ફરી એક વાર લોકોના ઘરોમાં દરિયાઈ પાણી ફરી વળ્યા છતાં પણ હજુ તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી કરતુ નથી, દરિયાના પાણી ગામમાં ન ઘુસી જાય તે માટે બનાવવામાં આવેલ પ્રોટેક્શન દીવાલ ઘણા લાંબા સમયથી તૂટી જતા અનેક વિસ્તારોમાં હાઈ ટાઇડ વખતે ફરી વળે છે દરિયાના પાણી.
Advertisement
Advertisement