વાલીઓના વિરોધ બાદ શાળાઓ વધારે ફી નહીં વસૂલી શકે, પરિપત્ર કરવા માગણી
સમગ્ર ગુજરાતમા ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી વસૂલવામાં આવતી ઉંચી ફી હંમેશા વિવાદાસ્પદ વિષય રહ્યો છે. ફી નિયંત્રણ માટે FRC વ્યવસ્થા હોવા છતાં, ઘણી ખાનગી શાળાઓ વધુ ફી વસૂલવાની પમનમાનીથ આચરવામાં સફળ રહે જ છે ! જેને કારણે ઘણાં વાલીઓ તો, FRC ને પણ પસરકારી તૂતથ લેખી રહ્યા છે.
તાજેતરમા એક નવી પરિસ્થિતિ ઉભી થઈ છે ગુજરાતની એક FRC એ સરકારમાં પત્ર લખી, સુપ્રિમ કોર્ટના વચગાળાના હુકમને લઈ ફી વસૂલવા અંગે પરિપત્ર કરવા સંબંધે ભલામણ કરી છે. ફી કમિટી દ્વારા જે ફી નક્કી કરવામાં આવી હોય તેનાથી વધુ ફી શાળાઓ વસૂલી શકે નહીં, એવો વચગાળાનો હુકમ સુપ્રિમ કોર્ટ દ્વારા થયેલો છે. જો કે આ હુકમ પછી પણ ઘણી શાળાઓ એડમિશન ફી અને ટર્મ ફી ના નામે વાલીઓ પાસેથી વધુ ફી વસૂલી રહી છે.
આ પ્રકારની અનેક ફરિયાદો રાજ્યભરમાં ઉઠી રહી છે. આટલી ફરિયાદો છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતાઓ આ વધારાની ફી અંગે થયેલી નથી. આથી ફી કમિટીએ આ સ્પષ્ટતાઓ માટે રાજ્યના શિક્ષણ વિભાગને પત્ર લખ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ખરેખર તો સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ આ બાબત પરિપત્ર દ્વારા જાહેર કરવાની ફરજ શિક્ષણ વિભાગની જ લેખાય.
અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યની અમુક FRC પણ આવી ખાનગી શાળાઓને વધારાની ફી વસૂલવા છૂટ આપી રહી છે. પણ શાળાઓ અને વાલીઓ વચ્ચે વધુ ફી મામલે ઘર્ષણો થતાં અમદાવાદ ઝોન FRC એ શિક્ષણ વિભાગને આ પત્ર લખી માંગ કરી છે કે, સરકાર એવો પરિપત્ર જાહેર કરે કે, વાલીઓ વિરોધ કરે તો ખાનગી શાળાઓ એડમિશન ફી કે ટર્મ ફી વસૂલી શકે નહી એવી સ્પષ્ટતા આ પરિપત્રમાં થવી જરૂૂરી છે.