નવા સત્ર અગાઉ જ વાલીઓ પાસે ફીના ઉઘરાણા કરતી શાળાઓ
મેસેજ-કોલ શરૂ થઈ ગયાનો વાલીઓમાં ગણગણાટ, દર વર્ષે વાલીઓ પાસેથી અગાઉ જ ફી ઉઘરાવવામાં આવતી હોવાની રાવ : શાળાઓના વલણથી વાલીઓમાં કચવાટ
ગુજરાત બોર્ડ અને શાળાકિય પરીક્ષાઓ પૂર્ણ થઈ ચુકી છે. મોટાભાગની શાળાઓમાં રજાનો માહોલ છે તા. 5 મેથી ઉનાળુ વેકેશન વિધિવત શરૂ થશે. અને જૂન મહિનામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. ઉનાળુ વેકેશન હજુ શરૂ નથી થયુ તે અગાઉ નવા શૈક્ષણિક સત્રની ફિના ઉઘરાણા શાળાઓ દ્વારા કરી દેવામાં આવ્યા હોવાની બુમરાણો વાલીઓમાં ઉઠી રહી છે.
રાજકોટ જિલ્લામાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યફો છે અને તોતિંગ ફી પણ વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવી રહી છે. હાલ પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. અને નવુ સત્ર જૂન મહિનાથી શરૂ થશે. ત્યારે અત્યારથી જ કેટલીક શાળાઓ દ્વારા વાલીઓને નવા શૈક્ષણિક સત્રની ફિ ભરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. હજુ વેકેશન પડ્યું નથી. અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો નથી. ત્યાં ફિના ઉઘરાણા શરૂ કરતા વાલીઓમાં કચવાટ ફેલાયો છે.
સૌરાષ્ટ્ર ઝોનમાં ફિ નિર્ધારણ કમીટીની રચના કરવામાં આવી છે. પરંતુ હાલ આકામિટ દ્વારા પણ ફિના વધારા-ઘટાડાની કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. અને શાળાઓ દ્વારા ફિના ઉઘરાણા કરતા વાલીઓ પણ ફી ભરવી કે નહીં તેવી મુંજવણમાં મુકાયા છે. દર વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ ન થાય તે પહેલા જ ફિની ઉઘરાણા શરૂ કરી દેવામાં આવતા હોવાની રાવ પણ વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે. વાલીઓ પોતાની ફરિયાદ કરતા પણ કચવાટ અનુભવી રહ્યા હોવાનો ગણગણાટ વાલીઓમાં થઈ રહ્યો છે.
શાળાના નામ આપે કે લેખિત ફરિયાદ કરશે તો એક્શન લઈશું
શાળાઓ દ્વારા નવા શૈક્ષણિક સત્ર શરૂ થયા અગાઉ જ વાલીઓ પાસે ફિના ઉઘરાણા કરવામાં આવતા હોવાની ફરિયાદ અમારી પાસે આવી નથી. કે નથી નામ આવ્યા જો કોઈ વાલી શાળાનું નામ કે લેખીત ફરિયાદ કરશે તો અમે ચોક્કસથી એક્શન લઈશું પરંતુ હાલ આવી કોઈ ફરિયાદ મળી નથી. કિરીટસિંહ પરમાર -ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી-રાજકોટ
વાલીઓ માટે હેલ્પલાઈન નંબર બે દિવસમાં જાહેર કરાશે : NSUI
શાળાઓ દ્વારા નવા સત્ર અગાઉ જ ફિ ઉઘરાણાશરૂ કરવામાં આવતા હોવાની રાવ ઉઠી છે. ત્યારે આ અંગે ગજઞઈં દ્વારા બે દિવસમાં જ એક હેલ્પલાઈન નંબર જાહેર કરાશે અને આ અંગે ડીઈઓને રજૂઆત કરી સત્ર શરૂ ન થાય તે અગાઉ ફિના ઉઘરાણા નહીં કરવા પરિપત્ર કરવા માંગ કરીશું તેમ ગજઞઈંના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું.
નવા અને જૂના પ્રવેશ ક્ધફર્મ કરવા સાળાઓ વાલીઓને જાણ કરતી હોય છે.
ઘણીવાર શાળાઓ બદલવી હોય છે વાલીઓને અને તેની જાણ અંતમાં થતી હોય છે જેથી નવા જૂના એડમીશન ક્ધફર્મ કરવા માટે વાલીઓને શાળાઓ દ્વારા જાણ કરાતી હોય છે. જેથી ફી ભરાઈજાય તો પ્રવેશ ક્ધફર્મ ગણાવી શકાય જ્યારે અંતમાં ખબર પડે ત્યારે શાળામાં સીટો ખાલી રહેતી હોય છે. અથવા વધારે પ્રવેશ થાય તો સીટીંગ વ્યવસ્થામાં તકલીફ થતી હોય છે. જો કે, 70 ટકા વાલીઓને કોઈ તકલીફ હોતી નથી. 30 ટકાને જ હોય છે તો શાળાએ તેને વ્યવસ્થા કરી દેવી જોઈએ. ડી.વી. મહેતા, પ્રમુખ -સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-રાજકોટ
આ બાબતે આવતીકાલે જ DEOને રજૂઆત કરશું : ABVP
શાળાઓ દ્વારા વેકેશન પુરુ થાય તે પહેલા જ ફિ બાબતે વાલીઓને જાણ કરતી હોવાની ફરિયાદ અગાઉ પણ અનેક વખત મળી છે અને હાલ પણ બે-ચાર રાવ આપી છે જેથી આવતીકાલે જ આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી પરિપત્ર જાહેર કરે તેવી માંગ કરવામાં આવશે તેમ એબીવીપીના કાર્યકર્તા જય મહેતાએ જણાવ્યું હતું.