સ્કૂલવાન ચાલકોને સત્ર શરૂ થાય તે પહેલા ટ્રાન્સપોર્ટની પરમીટ લેવા સુચના
ઉનાળાના વેકેશન બાદ ફરી શાળાઓ શરૂૂ થશે ત્યારે સ્કૂલવર્ધીના વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્કૂલવર્ધીના વાહનચાલકોએ શાળા શરૂૂ થાય એ પહેલા પરમીટ લેવી આવશ્યક છે. સ્કૂલવર્ધી માટે ટ્રાન્સપોર્ટ વાહનનો ઉપયોગ કરાશે. જો કોઈ નોન ટ્રાન્સપોર્ટ વાહનના ઉપયોગ કરશો તો તેની સામે દંડની જોગવાઈ કરાવામાં આવી છે.
ગુજરાતમાં હાલ વિદ્યાર્થીઓને ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે હવે થોડા દિવસો બાદ ફરીથી વિદ્યાર્થીઓની શાળાઓ શરૂૂ થશે. સ્કૂલ વર્ધી લેતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર છે. શાળા શરૂૂ થતા પહેલા પરમીટ લેવી આવશ્યક બની છે. સાથે જ સ્કૂલ વર્ધી માટે ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનનો ઉપયોગ કરી શકાશે જો કોઈ પણ વાહનચાલક નોન ટ્રાન્સપોર્ટ વાહનો ઉપયોગ કરશે તેની સાથે દંડની જોગવાઈ કરવામાં આવશે.
છઝઘ નિયમાનુસાર વાહનોમાં વિદ્યાર્થીઓની બેસાડવાની સંખ્યા પણ નક્કી કરાઈ છે. ઓટો રિક્ષામાં 6 નાના બાળકો, વેનમાં 8 બાળકોની ક્ષમતા છે જો તેનાથી વધુ વિદ્યાર્થીઓ બેઠા હશે તો કાર્યાવહી થઈ શકે, સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોનો વીમો, ઙઞઈ ફરજિયાત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું વેકેશન પૂર્ણ થયા બાદ શાળા શરૂૂ થતા ડ્રાઈવનું આયોજન થશે.