દિવાળી વેકેશન પૂર્ણ થતા સ્કૂલ પરિસરો ગુંજી ઉઠયા
04:39 PM Nov 06, 2025 IST
|
admin
Advertisement
દિવાળી વેકેશન પૂર્ણ થતાં અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા સ્કૂલ પરિસરો ગુંજી ઉઠ્યા હતા. રાજ્યની 54,000 કરતાં પણ વધુ શાળાઓ આજથી ફરી ધમધમતી થઈ હતી. શાળાઓમાં 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી (કુલ 21 દિવસ)નું દિવાળી વેકેશન આજે પૂર્ણ થઈ ગયું હતું.
Advertisement
આજથી ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રની શરૂૂઆત થઈ હતી.આ બીજું શૈક્ષણિક સત્ર આજથી લઈને 3 મે સુધી (કુલ 144 દિવસ) ચાલશે.અમદાવાદમાં આવેલી ગુજરાત બોર્ડની સરકારી, ખાનગી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ પણ આજથી શરૂૂ થઈ રહી હતી બીજું સત્ર 3 મેના રોજ પૂરું થયા બાદ 4 મેથી 7 જૂન સુધી (કુલ 35 દિવસ)નું ઉનાળુ વેકેશન રહેશે.
Next Article
Advertisement