CISF વોર્ડના દેશભરના હોશિયાર વિદ્યાર્થીઓને રૂ.1.25 કરોડથી વધુની શિષ્યવૃત્તિ સહાય ચૂકવાઈ
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સી.આઈ.એસ.એફ.)ના કર્મચારીઓના પરિવાર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં CISF વોર્ડના હોશિયાર વિદ્યાર્થીઓ માટે ડી.જી. મેરીટ શિષ્યવૃત્તિ યોજનામાં સુધારો કરાયો છે. જે અન્વયે દર વર્ષે ફક્ત 150 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની અગાઉની મર્યાદા દૂર કરી છે.
નવા નિર્ણય મુજબ આવા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને હવે સમાન રીતે પુરસ્કાર આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે પ્રોત્સાહનરૂૂપી સહાય પ્રાપ્ત થશે. વર્ષ 2024-25 શૈક્ષણિક ક્ષેત્રમાં શિષ્યવૃત્તિ આપવા માટેના ધોરણો અન્વયે વિદ્યાર્થીએ ધોરણ 12માં 80થી 90% ગુણ આવે તેમને રૂૂ.20,000 અને 90%થી વધુ ગુણ પ્રાપ્ત કરનારને રૂૂ.25,000 શિષ્યવૃત્તિ રૂૂપે પ્રદાન કરાઈ રહી છે. જે અન્વયે વર્ષ 2024-25માં ધો.12માં 80થી વધુ ગુણ મેળવનારા કુલ 567 વિદ્યાર્થીઓને ડી.જી.ની મેરીટ શિષ્યવૃત્તિ યોજના અન્વયે રૂૂ.1.25 કરોડની સ્કોલરશીપ સહાય વિતરણ કરાઈ.
રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓ પાંચ વિદ્યાર્થીઓને ડી.જી.મેરિટ શિષ્યવૃત્તિ હેઠળ માન્યતા અપાઈ અને નવા નિયમો મુજબ CISF બ્રેવહાર્ટ્સ એટલે કે ફરજ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારના બાળકોને ટેકો આપવા માટે શિષ્યવૃત્તિની રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે આવા આઠ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી.
આ સ્કોલરશીપ પ્રક્રિયાને વધુ સુલભ બનાવવા અરજી અને મંજૂરી પ્રક્રિયા હવે ડિજિટાઇઝ કરવામાં આવી છે. આ ઉપરાંત, દુર વિસ્તારોમાં રહેતા ઈઈંજઋકર્મચારીઓના બાળકો મુશ્કેલી વિના અરજી કરી શકે છે. અને લાભાર્થીઓને બેંક ખાતામાં પૈસા જમા થાય.
