નવા રિંગ રોડના બ્રિજમાંથી ચાલુ કામે સળિયા કાઢવાના કૌભાંડનો પર્દાફાશ
પાર્ટીફંડમાં પૈસા આપ્યા છે અનેક નેતાઓ સાથે સંપર્કમાં છું તેવું કોન્ટ્રાક્ટરે છડેચોક બેખોફ સંભળાવ્યુંહોવાનો આક્ષેપ
મુંજકાના ગ્રામજનોએ પ્રશ્ર્નો કરતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ભાગ્યા હોવાનો વીડિયો વાયરલ થતા શહેરભરમાં ચર્ચા
સરકારી કામોમાં ચાલતા ભ્રષ્ટાચારનો હવે લોકો પણ વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે રીંગરોડ -2ના કામ દરમિયાન મુંજકા પાસે બ્રિજનુ સેન્ટીંગ કામ ચાલતુ હતુ તે સમયે ગ્રામજનોના ટોળાએ કામનુ નિરીક્ષણ કરી ચાલુ કામમાં બ્રિજના બોકસમાંથી સળીયાઓ કાઢી લેતા હોવાનો આક્ષેપ કરતા અધિકારીઓમાં દોડાદોડી થઇ પડી હતી અને આ મુદ્દે અને આ મુદ્દે કોન્ટ્રાક્ટરે પાર્ટી ફંડમાં પૈસા આપ્યા છે એટલે કશુ નહીં થાય તેમજ અનેક નેતાઓ સાથે હું સંપર્કમાં છું તેવુ ખોફ વગર લોકોને સંભળાવી દેતા આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.
મહાનગરપાલિકા અને રૂડા દ્વારા રીંગરોડ -2 ફોરલેન્ડ બનાવવાની ઝડપી કામગીરી હાથ ધરાઇ છે. જેમાં મુંજકા ગામ પાસે બ્રિજનું કામ ચાલુ હતુ તે દરમિયાન ગ્રામજનોની નજરમાં સેન્ટીંગ ભરતી વખતે બ્રિજમાંથી સળીયા કાઢી લેવામાં આવી રહ્યાનું આવતા ગ્રામજનોએ કામનો વિરોધ કરી અધિકારીઓને કોન્ટ્રાક્ટરને સ્થળ ઉપર બોલાવ્યા હતા અને આક્ષેપ કરેલ કે બ્રિજનુ લોખંડનું માળખુ તૈયાર થયા બાદ તે ચેક કરવામાં આવે છે. નિયમ મુજબ સળીયાની ગણતરી કર્યા બાદ સેન્ટીંગ ભરવાનુ ચાલુ કરાય છે.
પરંતુ સેન્ટીંગ ભરતી વખતે કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા સળીયાઓ કાઢી લેવામાં આવી રહ્યા છે. જેના લીધે બ્રિજનુ કામ નબળુ થવાની શકયતા ઉભી થાય છે. આ મુદ્દે હલ્લાબોલ થતા ગભરાઇ ગયેલા કોન્ટ્રાક્ટરે પાર્ટી ફંડમાં પૈસા આપ્યા છે અને અનેક નેતાઓ સાથે સંપર્કમાં છું કાઇ નહીં થાય તેવો બેધકડ જવાબ આપી દેતા આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા શહેર ભરમાં ભારે ચર્ચા જાગી છે. જયારે બનાવના પગલે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગયા હોવાનુ જાણવા મળેલ છે.
અમને બ્લેક મેઇલ કરવા માટેનુ કાવતરું છે: ઇજનેર
નવા રીંગના બ્રિજના કામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા માપ લીધા બાદ સળીયાઓ કાઢીના આક્ષેપ સાથે હલ્લા બોલ કરી સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ કરી કોન્ટ્રાક્ટર અને મનપાના અધિકારીઓ વચ્ચેની સાઠગાઠ હોવાના આક્ષેપો કર્યા છે. ત્યારે સ્થળ ઉપર ઉપસ્થિત એક ઇજનરે કક્ષાના અધિકારીએ જણાવેલ કે, એક શખ્સ દ્વારા છેલ્લા 15 દિવસથી મારે સેમ્પલ લેવા છે તેવા ફોન કરવામાં આવી રહ્યા છે. જેના લીધે અમે પણ મંજૂરી તારી પાસે હોય તો સેમ્પલ લેવા દયે તેવુ આ શખ્સને જણાવેલ જેના લીધે આ રોજ ટોળા સાથે ધસી આવેલા આ શખ્સે બ્રિજના કામમાંથી સળીયા કાઢી લેવામાં આવતા હોવાની અને કામ નબળું થતુ હોવાના આક્ષેપો કરી વીડિયો ઉતારી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે. તેઓએ વધુમાં જણાવેલ કે, આ પ્રકારના મોટાકામો થતા હોય ત્યારે અમૂક શખ્સો દ્વારા પૈસાની લાલચે આ પ્રકારના બખેડાઓ ઉભા કરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને બ્લેક મેઇલ કરવાનો પ્રયાસ કરતો હોય છે. ત્યારે આ પ્રકરણમાં પણ છેલ્લા 15 દિવસથી આ શખ્સ ફોન કરી રહ્યો હતો. જેનો મતલબ એવો થાય છે કે, ખોટી રીતે પણ તંત્રને અને કોન્ટ્રાક્ટરને ડરાવી પૈસા કઢાવી શકાય આમ આ પ્રકરણમાં કોઇ જાતનું કૌભાંડ થયુ નથી તેમજ બ્રિજ સહિતના કામ દરમિયાન મનપાના ઇજનેર સહિતનો સ્ટાફ સતત કામ ઉપર નજર રાખી રહ્યો છે.
કોન્ટ્રાક્ટરની વાત સાચી હોય તો... તો ભારે કરી
નવા રીંગરોડના બ્રિજના કામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સળીયા કાઢી કૌભાંડ આચરાતું હોવાના આક્ષેપ મુંજકા ગામના અમૂક લોકો દ્વારા કરવામાં આવ્યા છે અને આ બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયા ઉ5ર વાયરલ કયો છે. જેમાં પાર્ટી ફંડમાં પૈસા આપ્યા છે અને અનેક નેતાઓ સાથે સં5ર્કમા છુ તેવુ કોન્ટ્રાક્ટરે બેખોફ જણાવ્યુ હોવાના આક્ષેપ થયા છે ત્યારે ચર્ચા જાગી છે કે, જો દરેક કામમાં કોન્ટ્રાક્ટરો પાર્ટી ફંડમાં પૈસા આપતા હોય તો કામ કેવા પ્રકારના થાય તે સમજી શકાય છે અને આ મુદ્દે પણ લોકો ચર્ચા કરતા જોવા મળી રહ્યા હતા.