જામનગરની જીજી હોસ્પિટલમાં ગેરહાજર રહેતા કર્મચારીઓને પગાર ચૂકવવાનું કૌભાંડ
જામનગર જિલ્લાની સૌથી મોટી જી.જી.હોસ્પિટલમાં કામ કરતા બે કર્મચારીઓના કારણે સરકારની તિજોરીને પહોંચ્યું છે મોટુ નુકસાન થયું છે. આઉટ સોર્સિંગના કોન્ટ્રાક્ટરના કર્મચારી એવા સેનેટરી ઈન્સપેક્ટર મકસુદ પઠાણ તેમજ જી.જી. હોસ્પિટલના વર્ગ ચારના કર્મચારી રાજેન્દ્રસિંહ ધીરુભા જાડેજા સામે સરકારી નાણાની ઉચાપત કરતા ફરિયાદ નોંધાવવામાં આવી છે...
જામનગરમાં આવેલી સરકારી જી.જી.હોસ્પિટલ વારંવાર કોઈને કોઈ પ્રશ્નને લઈ અવાર નવાર વિવાદમાં આવતી હોય છે. બન્ને કર્મચારીઓએ પોતાના હોદ્દાનો દૂર ઉપયોગ કરીને આઉટસોર્સના કર્મચારી કિશન જગદીશભાઈ ગઢવી કે જેઓ નોકરી પર આવતા ન હતા તેમ છતાં તેમની હાજરી પુરવામાં આવતી. બન્ને કર્મચારીઓની મિલી ભગતથી દર મહિને આઉટ સોર્સના કર્મચારી કિશન ગઢવીના ખાતામાં 12 હજાર 839 રૂૂપિયા પડતા હતા. સાત મહિના સુધી કિશન ગઢવી નોકરી પર ન આવતો હોવા છતા તેને પગાર ચુકવાતો હોવાની જાણ હોસ્પિટલ તંત્રને થઈ હતી. જેને લઈ હોસ્પિટલ તંત્રએ બંન્ને કર્મચારીઓ વિરૂૂદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂૂ કરી છે. જી.જી.હોસ્પિટલમા આવું પહેલી વાર નથી થયું પરંતુ થોડા મહિના પહેલા પણ કૌભાંડ બહાર આવ્યું હતુ. કેમ કે જી.જી. હોસ્પિટલના વહીવટી વિભાગમાં ફરજ બજાવતા આઉટ સોર્સ એજન્સીના બે કર્મચારીને 17.20 લાખ રૂૂપિયાની ઉચાપત કરી હતી.
જેને લઈને બન્ને કર્મચારીઓને નોકરીમાંથી હાકી કાઢવામાં આવ્યા હતા. સાથે જ સમગ્ર મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી. વારંવાર વિવાદમાં અને કૌભાંડોને લઈ ચર્ચામાં રહેતી જી.જી.હોસ્પિટલમાં થતા કારનામાને લઈ એવુ લાગી રહ્યું છે કે, આ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરવાની જગ્યાએ કૌભાંડ આચરવાનું વધારે કામ થઈ રહ્યું છે.