For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસોમાં કૌભાંડ, 19 સ્થળે EDના દરોડા

11:08 AM Dec 02, 2024 IST | Bhumika
સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસોમાં કૌભાંડ  19 સ્થળે edના દરોડા
Advertisement

ગોંડલના મેંગણી, ભુજમાં રાવલવાડી, જામનગરના સુરજકરાડી અને ચોટીલા પોસ્ટ ઓફિસોમાં ગેરકાયદેસર નાણાકીય હેરફેર, રૂા.1 કરોડ રોકડા અને 1.5 કરોડની મિલકતો સીઝ

બંધ કરાયેલા 606 રિકરિંગ એકાઉન્ટ ફરી શરૂ કરી રૂા.18.60 કરોડની હેરફેર કરી નાખી

Advertisement

ગુજરાત-સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસોમાં બંધ થઇ ગયેલા રિકરીંગ ડિપોઝીટના 600 થી વધુ ખાતા પુન: જીવીત કરી તેમાં નાણાકીય છેતરપીંડીનું કૌભાંડ બહાર આવતા ઇડી દ્વારા ગઇકાલે રવિવારે ટ9 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા અને રૂા.1 કરોડની રોકડ રકમ અને રૂા.1.50 કરોડની સ્થાવર મિલકત રિકવર કરી છે.

ઇડીએ આ કાર્યવાહી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) ના એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) ગાંધીનગર દ્વારા નોંધાયેલી અનેક એફઆઇઆરના આધારે કેન્દ્રીય એજન્સી દ્વારા આ કેસોની તપાસ કરવામાં આવી હતી તેના પરિણામે કરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની અમદાવાદ ઝોનલ ઓફિસે રવિવારે જણાવ્યું હતું કે તેણે 29 નવેમ્બરના રોજ રાજકોટ, કચ્છ, જામનગર અને સુરેન્દ્રનગર સહિત સમગ્ર ગુજરાતમાં પોસ્ટ ઓફિસોમાં સરકારી ભંડોળના કથિત દુરુપયોગને લગતા પાંચ કેસોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઈઓ હેઠળ રાજ્યમાં 19 સ્થળોએ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના અઈઇ (એન્ટી કરપ્શન બ્યુરો) ગાંધીનગર દ્વારા નોંધાયેલી અનેક એફઆઈઆરના આધારે કેન્દ્રીય એજન્સી દ્વારા આ કેસોની તપાસ કરવામાં આવી હતી. આ દરોડા અને તપાસ દરમિયાન ઇડીએ રૂ.1 કરોડ (અંદાજે) જેટલી રકમ જપ્ત કરી હતી. વધુમાં, રૂૂ. 1.5 કરોડથી વધુની વિવિધ સ્થાવર મિલકતોની વિગતો રિકવર કરી છે.

એક કેસમાં આરોપી સબ પોસ્ટમાસ્તરોએ અન્ય લોકો સાથે કાવતરું રચીને કથિત રીતે કપટપૂર્વક 606 રિકરિંગ ડિપોઝિટ (છઉ) ખાતાઓ જે અગાઉ બંધ કરવામાં આવ્યા હતા તે ફરીથી ખોલ્યા અને પછી છેતરપિંડી આચર્યા બાદ બંધ કરી દીધા, આમ, સરકારી નાણાંની 18.60 કરોડની રકમનો ગેરઉપયોગ કર્યો હતો.

બીજા કેસમાં, આરોપી, રાજકોટમાં મેંગણી સબ પોસ્ટ ઓફિસ, ગોંડલ ડિવિઝનમાં સબ પોસ્ટમાસ્ટરે તેની ફરજ વખતે, અન્ય લોકો સાથે ગુનાહિત કાવતરું ઘડીને 16 ઓક્ટોબર, 2019 થી 21 નવેમ્બર, 2022 વચ્ચે સરકારી નાણાની રૂૂ. 9.97 કરોડની ઉચાપત કરી હતી. આરોપી જાહેર સેવકે કથિત રીતે યુટિલિટી ટૂલ દ્વારા નકલી ચૂકવણીઓ મેન્યુઅલી અપલોડ કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. જૂના કિસાન વિકાસ પત્ર (કેવીપી)ની મુખ્ય રકમ અને જૂની કેવીપી વ્યાજની રકમના હેડમાં મેંગણી સબ ઑફિસના દૈનિક વ્યવહારના અહેવાલમાં એસએપી ચડાવી દીધી હતી.

ત્રીજા કિસ્સામાં, કચ્છના ભુજમાં આવેલી રાવલવાડી પોસ્ટ ઓફિસના રિકરિંગ ડિપોઝિટ (આરડી) ખાતાઓ એક વખત બંધ કરવામાં આવ્યા હતા, તે કથિત રીતે બે-ત્રણ વખત ઉચ્ચ મૂલ્ય સાથે અને જુદા જુદા થાપણદારોના નામે છેતરપિંડીના દસ્તાવેજો બનાવીને બંધ કરવામાં આવ્યા હતા. સ્વીકૃત રકમ જમા કરાવવાને બદલે, આરોપીઓએ બનાવટી આરડી ક્લોઝર ફોર્મ્સ પર ફરી રોકાણનો ઉલ્લેખ કરીને છેતરપિંડીભર્યા આરડી ખાતાઓની બંધ રકમને વિવિધ યોજનાઓ હેઠળ નવા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી.

રાવલવાડી કેસમાં, ઇડીના નિવેદન મુજબ, ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાની બીજી તરકીબ એ હતી કે આરોપીઓ નવા ખાતા ખોલવા માટે તેમના ગ્રાહકો પાસેથી ડિપોઝિટ સ્વીકારતા હતા, જૂની પાસબુક/નવી નકલી પાસબુકનો ફરીથી ઉપયોગ કરીને તેમને પાસબુક ઈસ્યુ કરતા હતા, પરંતુ હકીકતમાં સિસ્ટમમાં તેમના નામે કોઈ ખાતું ખોલવામાં આવેલ નહીં.

ચોથા કેસમાં, આરોપી કે જેઓ જામનગર ડિવિઝનની સુરજકરાડી સબ પોસ્ટ ઓફિસના તત્કાલીન સબ પોસ્ટ માસ્તર હતા, તેણે કથિત રીતે જાણી જોઈને નકલી દસ્તાવેજોનો અસલી તરીકે, નાણાકીય લાભના હેતુ માટે ઉપયોગ કર્યો હતો અને તે રીતે, સરકારી નાણાનો દુરુપયોગ કરીને પોસ્ટને ખોટી રીતે નુકસાન પહોંચાડ્યું હતું. રૂૂ. 2.94 કરોડની રૂૂ. પાંચમા કેસમાં, આરોપી - ચોટીલા સબ પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ બેંક પોસ્ટલ આસિસ્ટન્ટ, સુરેન્દ્રનગર હેડ પોસ્ટ ઓફિસ ખાતે એલએસજી પોસ્ટલ આસિસ્ટન્ટ અને ચોટીલમાં સબ પોસ્ટ માસ્ટર - ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને વિવિધ પ્રકારની પોસ્ટમાંથી કથિત રીતે નાણાંની ગેરરીતિ કરી હતી. પોસ્ટ ઓફિસોને ખોટી રીતે રૂૂ. 1.57 કરોડનું નુકસાન પહોંચાડતા ખાતા જમા કરાવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement