For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં કૌભાંડ?

01:21 PM Mar 26, 2025 IST | Bhumika
જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં કૌભાંડ

સમગ્ર જિલ્લામાં કાળી માટી છતાં ગોડાઉનમાં રહેલી મગફળી લાલ માટીની હોવાની રજૂઆત

Advertisement

માળિયા હાટીના તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમારે જિલ્લા કલેકટર તેમજ ખેતીવાડી અધિકારી સમક્ષ રજૂઆત કરી છે. પરમારે સમગ્ર જિલ્લામાં કાળી માટી હોવા છતાં ગોડાઉનમાં પડેલી મગફળી લાલ માટીની હોવાનો દાવો કર્યો છે, જેના કારણે આ કૌભાંડને લઈને અનેક શંકાઓ ઉભી થઈ છે.પિયુષ પરમારે કલેકટરને કરેલી રજૂઆતમાં ગોડાઉનની સુરક્ષા વધારવાની માંગણી કરી છે, જેથી પુરાવા સાથે કોઈ ચેડાં ન થાય. આ સાથે જ તેમણે ખરીદીના ઈઈઢટ અને મંડળીઓ સંબંધિત માહિતીઓ પણ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. પરમારે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી બે દિવસમાં આ મામલે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરશે.આ ઘટનામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. થાનના ગોડાઉનમાં લાગેલી આગમાં માળિયાની મગફળી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પિયુષ પરમારે થાનમાં લાગેલી આગ સંબંધિત માહિતીઓ પણ માંગાવી છે, જેથી આ ઘટનાના તાર ક્યાં જોડાયેલા છે તે જાણી શકાય.

માળિયા તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમારે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાની માટી કાળી છે, પરંતુ ગોડાઉનમાં જે મગફળી છે તે લાલ માટીની છે. આ એક ગંભીર બાબત છે અને આ કૌભાંડની તપાસ થવી જોઈએ. અમે કલેકટર સાહેબને રજૂઆત કરી છે કે ગોડાઉનની સુરક્ષા વધારવામાં આવે અને ખરીદી સંબંધિત તમામ માહિતી અમને આપવામાં આવે. જો બે દિવસમાં તપાસ શરૂૂ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે આ મામલે જણાવ્યું હતું કે, અમને રજૂઆત મળી છે અને અમે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી છે. અમે નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરીશું અને તપાસમાં જે પણ તથ્ય સામે આવશે તે મુજબ પગલાં લેવામાં આવશે.

Advertisement

-

Advertisement
Tags :
Advertisement
Advertisement